અમીરગઢ પાસે વાહનની ટક્કરે બે બાઈક સવારના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 16:50:02
  • Views : 275
  • Modified Date : 2020-09-27 16:50:02



સાત પગલાં કાર્યક્રમમાંથી બાઇક પર પરત ફરતા અકસ્માત સર્જાયો


ડીસા

અમીરગઢ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં શુક્રવારે કાનપુરના યુવકો અમીરગઢમાં યોજાયેલા સાત પગલાં કાર્યક્રમ આવ્યા હતા. જ્યાં પરત ફરી રહી હતા ત્યારે અજાણ્યા વાહનની ટકકરે બંને બાઈકચાલકોના કરુણ મોત નિપજ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં માર્ગ અકસ્માતના અનેક બનાવોમાં લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી છે. ખાસ કરીને અત્યાર સુધી જિલ્લામાં અજાણ્યા વાહનની ટક્કરે અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે શુક્રવારે વધુ એક અજાણ્યા વાહનની ટક્કરે બે યુવકોના મોત નિપજ્યા છે. કાનપુરના બે યુવકો અમીરગઢ ખાતે યોજાયેલા સાત પગલાં કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં કાર્યક્રમ 

પૂર્ણ થયા બાદ તેઓ પરત 

પોતાના ગામ જવા બાઈક લઈને નીકળ્યા હતા. પરંતુ તેમને એ જાણ ન હતી કે રસ્તામાં કોઈ અજાણ્યા વાહન તેમનું મોત બની જશે. 

કાનપુર ખાતે રહેતા ગુજરાભાઈ ભુરાભાઈ ખરાડી અને ગલાભાઈ વેલાભાઈ દામા જે પોતાનું બાઇક લઇ અમીરગઢ હાઇ-વે પર જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. જ્યાં તેઓ રોડ પર પટકાતાની સાથે જ તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાતા જ હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેની જાણ અમીરગઢ 

પોલીસને કરતાં અમીરગઢ 

પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News