કોરોના વાયરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 18:01:58
  • Views : 615
  • Modified Date : 2020-04-18 18:02:23

 

કોરોના વાયરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ....એક તરફ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ નામનો દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ પોતાના જીવના જોખમે પણ અનેક કર્મચારીઓ યોદ્ધાઓની જેમ કોરોના સામેની લડાઈમાં દિવસ રાત મહેનત કરી છે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર ની એક મહિલા પોલીસ કર્મચારી પણ આ કોરોના સામેની લડાઈમાં પોતાના પાંચ વર્ષના બાળક સાથે જીવન જોખમે નિષ્ઠાપૂર્વક ની કામગીરી બજાવી લોકો માટે પ્રેરણા સમાન બની રહી છે ......આ છે અમીરગઢ ના મોટા અજાપુરા ગામના વતની હીનાબેન ચૌહાણ. જેમના લગ્ન સમાજ ના રીત રિવાજ મુજબ બે વર્ષ અગાઉ શૈલેષભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓએ એલ આર ડી ની પરીક્ષા પાસ કરી જામનગર ખાતે ટ્રેનિંગમાં ગયા હતા જોકે આ સમય દરમ્યાન કોરોના વાયરસ સંક્રમિત થતા તેમની બદલી પોતાના જિલ્લા ખાતે એટલે કે અમીરગઢ ખાતે કરી દેવામાં આવી છે. અને હાલમાં તેઓ અમીરગઢના ઇકબાલગઢ ગામે ફરજ બજાવી રહ્યા છે, હીનાબેન ના પતિ ખેત મજૂરી કરી કરે છે જ્યારે હીનાબેન ને પાંચ મહિના નું બાળક હોવાથી તેઓએ અરજદાર પણ બાળકને પોતાના સાથે જ રાખવું પડે છે, એક તરફ સમગ્ર દેશમાં lockdown જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં જ રહે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પોતાના અને પોતાના બાળક ના જીવના જોખમે પણ હીનાબેન ચૌહાણ ફરજ બજાવી રહ્યા છે. અત્યારે એક તરફ કોરોનાવાયરસ નો હાહાકાર છે 


Download Our B K News Today App



Related News