પાણીની અછત વચ્ચે ડીસા તાલુકાના 25 જેટલા ખેડૂતો ખેત તલાવડી બનાવી હજારો લીટર વરસાદી પાણી એકત્રિત કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:37:53
  • Views : 380
  • Modified Date : 2021-07-07 12:37:53

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી નહીવત વરસાદને કારણે પાણીની મોટી અસર જાય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે પાણીની સૌથી વધુ અછત સર્જાય છે સરહદી વિસ્તારમાં લોકોને ખેતી કરવા માટે પાણીની તો વાત તો દૂર રહી પરંતુ પાણી પીવા માટે પણ કિલોમીટર દૂર જવું પડે છે વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે અનેક તાલુકાઓમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે જેથી સતત ખેતરોમાં બોર બનાવી ખેડૂતો ખેતી કરી રહ્યા છે જેના કારણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. ત્યારે હાલમાં પાણીના તળ 1200 ફૂટ ઉંડા જતાં કપરી પરિસ્થિતિ ઊભી થઇ છે.

     બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે એવામાં ડીસા તાલુકાના નાગફળા ગામમાં એક જાગૃત ખેડૂતે સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય હાથ ધર્યું છે અને આ ભગીરથ કાર્ય એટલે જાતે જ ખેત તલાવડી બનાવવાનું કાર્ય.  બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી આ ગામના અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે ખેત તલાવડી બનાવી છે આ ખેત તલાવડીમાં ચોમાસામાં વહી જતાં પાણીનો સંગ્રહ થશે અને તે જ પાણીથી આખુ વર્ષ ખેતરમાં ખેતી માં થશે. ત્યારે ચોક્કસથી કહી શકાય જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે તેને બચાવવા માટે હાલ ડીસા તાલુકાના ખેડૂતો ખેત તલાવડી બનાવી ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

     ડીસા તાલુકાના શેરપુરા ગામમાં રહેતા અણદાભાઈ જાટ પોતે ખેડૂત છે અને અત્યારે તો ધુણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમની શેરપુરા ગામમાં 10 વીઘા જેટલી જમીન આવેલી છે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ ઉંડા જતા તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, તેવામાં અણદાભાઈ ને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર બનવા ની વાત યાદ આવે છે અને બસ તેઓએ સરકાર સામે મદદ માગવાને બદલે કે પછી કુદરત સામે લાચાર બની આજીજી કરવાને બદલે જાતે જ આનો  હલ કરવાનું વિચાર્યું, અને તેઓએ પોતાની જમીનમાં બોર બનાવવાના  બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું ત્યારબાદ શસૃ કર્યું આ ભગીરથ કામ... તેમણે 10 વીઘા જમીન ની અંદર સો બાય સો અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી રહ્યા છે જેનું કામ અંદાજિત 20 થી 25 દિવસ સુધી ચાલશે આ ખેત તલાવડી બન્યા બાદ તેમાં 56 લાખ લિટર જેટલો ચોમાસામાં વેડફાઈ જતા પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી તેઓ 10 વિઘા જમીનમાં પાક ને 40 વખત પાણી આપી શકશે એટલે કે આખું વર્ષ આરામથી ખેતી કરી શકાય. આ ખેત તલાવડી બનાવવાનો ખર્ચ 13 થી 14 લાખ રૂપિયા થયો છે. ત્યારે અણદાભાઈ જાટે જણાવ્યું હતું કે જો ગુજરાત સરકાર નાના ખેડૂતોને ખેત તલાવડી માં સહાય આપી મદદ કરે તો આવનારા સમયમાં મોટાભાગના ખેડૂતો ખેત તલાવડી બનાવી વરસાદી પાણી બચાવી અને ખેતી કરી શકે તેમ છે.

      ઉલ્લેખનીય છે કે અત્યારે સામાન્ય નુકસાન થતાં કે ખેત પેદાશ નો ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે પરંતુ બનાસકાંઠા ના કેટલાક પ્રગતિશીલ, મહેનતું ખેડૂતો આત્મનિર્ભર બનાવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે જ પોતાની સુજબુજ થી અનોખો માર્ગ કંડારે છે ત્યારે આ ભગીરથ અને અનોખું કાર્ય અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News