ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ નંબર : 45 વર્ષ ઉપરના 98% લોકોને અપાઈ રસી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 12:50:16
  • Views : 404
  • Modified Date : 2021-05-12 12:50:16

     જે પ્રમાણે હાલમાં કોરોના વાયરસની મહામારી સમગ્ર ભારતભર હાહાકાર મચાવી રહ્યો છે તેને લઈ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ રોજે રોજ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે.જેના કારણે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ બેકાબુ બની છે.બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજે રોજ એટલા કોરોના કેસ સામે આવી રહ્યા છે કે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓને જ્યાં જગ્યા મળે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.ત્યારે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વધુમાં વધુ વેકશીન આપવામાં આવી રહી છે.બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તમામ પી.એચ.સી અને સી.એચ.સીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વધુમાં વધુ વેકશીન આપવામાં આવી રહી છે જેના કારણે હાલમાં મોટા ભાગના ગામમાં કોરોના વેકશીન આપવાની પૂર્ણ થઈ ગઈ છે.

     કોરોના મહામારી સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા સૌથી વધુ અને ઝડપી રસીકરણ થાય માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં ગુજરાત માં બનાસકાંઠા જિલ્લો રસીકરણના મામલે સૌથી પ્રથમ છે. બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષની ઉપરના લોકો ની રસી આપવામાં મોખરે આવ્યો છે, અહીં અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના 98 ટકા લોકો ને રસી ના પ્રથમ ડોઝ આપી દેવાયા છે. ઝડપથી રસીકરણ ની પ્રક્રિયા થઇ રહી હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના થી લોકો ઓછા સંક્રમિત થઈ રહ્યા છે મહત્વની વાત છે કે વિસ્તારની અને સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોવા છતાં પણ તંત્ર ના દિવસ રાત ના અથાગ પ્રયત્નોને કારણે સૌથી વધુ રસીકરણ કરવામાં બનાસકાંઠા જિલ્લો સફળ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ 45 વર્ષ ઉપરના 6.17 લાખ લોકો વસવાટ કરે છે.જેમાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 6.4 લાખ લોકોને વેકશીન આપી દીધી છે.જેના કારણે સમગ્ર ગુજરાતમાં કોરોના વેકશીન માટે બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ નંબર આવ્યો છે.

 

Download Our B K News Today App



Related News