મહામારીની વચ્ચે ગુજરાત સરકાર આકરા પાણીએ, ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ આપ્યું મોટું નિવેદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 16:48:08
  • Views : 864
  • Modified Date : 2021-05-02 16:48:08

    ગુજરાતમાં મહામારી કોહરામ મચાવી રહી છે ત્યારે રાજ્યમાં અત્યારે ઘણા મહામારીના મહાપાપીઓ ફૂટી નીકળ્યા છે, લોકોના જીવ સાથે રમત રમીને પૈસા છાપતાં લોકો પકડાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડાએ આ મુદ્દે આજે મોટું નિવેદન આપ્યું છે. 

    નોંધનીય છે કે અમદાવાદના મોહમ્મદ આસિફ અને રમિશ કાદારી નામક આરોપીઓના ઘરમાંથી 1100 ઈંજેક્શન મળી આવ્યા છે અને તેમણે સુરતના રહેવાસી કૌશલ વોરા પાસેથી ઇન્જેક્શન લીધા હતા. આરોપ છે કે તેમણે 60 હજાર ઇન્જેક્શન વેચવાનું પ્લાનિંગ કર્યું હતું ત્યારે ગુજરાત પોલીસે 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્યમાં આવા કાળાબજારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પાસા કાયદા હેઠળ કાળા બજારીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરાશે. રાજ્યના પોલીસ વિભાગને આ મુદ્દે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વિકૃત લોકો ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે. આ સિવાય પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ સહિતની ઘણી બધી કલમો લગાડવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદીપ સિંહે કહ્યું કે મોતના સોદાગરોની શાન ઠેકાણે લાવવા માટે રાજ્ય સરકારે પૂરી કડકાઇ કરવાનો નિર્ણય લીધો છે. 

    આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાતમાં એક જ મહિનામાં 6 લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે. એનએ આજથી મારુ ગુજરાત કોરોના મુક્ત ગુજરાત અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે, રાજ્યના 18 હજાર ગામડાઓમાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને હાલમાં ગુજરાતમાં 96,066 જેટલા બેડ ઉપલબ્ધ છે. આટલું જ નહીં ગુજરાતમાં 11 નવા ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. 

 

Download Our B K News Today App



Related News