ભાભરમાં કોરોના મહામારી વચ્ચે માનવ સેવા ગ્રૂપનો અનોખો પ્રયાસ : લોકોને માનસિક રીતે મજબુત બનાવવા લગાવ્યા બેનર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 11:52:30
  • Views : 296
  • Modified Date : 2021-05-01 11:52:30

     હાલના સમયમાં કોરોના કરતા કોરોનાનાં ડરના કારણે કેટલાય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને મરી રહ્યા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૃર છે. માનસિક રીતે સ્વસ્થ હશે તો કોરોનામાં અડધી બાજી માણસ આપોઆપ જીતી જાય છે. લોકોને માનસિક રીતે મજબુત બનાવવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવવામાં આવ્યા છે.

   હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે દિવસે ને દિવસે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ હાલમાં શહેરી વિસ્તાર ગણાતા ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. જેના કારણે હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો પુણા દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે સતત વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યા ના કારણે બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારના લોકોની થયેલી અવરજવરના કારણે તેમનામાં સંક્રમણ વધ્યું હતું જેના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ ભાભર ધાનેરા અમીરગઢ જેવા ગ્રામીણ વિસ્તારોમાં સતત વધતા જતા કોરોનાવાયરસ ને કેસ ના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જેના કારણે આ તમામ ગ્રામીણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ પણ પાળી રહ્યા છે. લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજના 50 થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે સતત વધતા જતાં કોરોના કેસ વચ્ચે તેમને સમયસર સારવાર પણ નથી મળી રહી છે જેના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા જતા કોરોના વાયરસ ના કેસ ના કારણે ભયનો માહોલ સર્જાયો છે.

        કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક નવી પહેલ શરૂ કરાઇ છે. સામાન્ય રીતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે,  તે સમયે તેઓને હિંમત, માનસિક હૂંફની ખૂબ જ જરૃર પડે છે, ત્યારે આવી સ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે માનવતા ગ્રુપ દ્વારા ભાભરમાં બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબુત બને એવા પ્રયત્નો કર્યા છે.”હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુક્યો છું, આભ ને ટેકો દેવાની તાકાત રાખું છું, ભુલતી નહીં ઓ મુસીબત હું માણસ છું, હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું મને ઇશ્વરે શક્તિઓ પ્રદાન કરી છે, એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહીં તો હું માણસ શેનો, ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત” આવા અનેક મોટીવેશન સંદેશાઓ સાથેના બેનર ભાભરની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં 300 જેટલા બેનર્સ લગાડવામાં આવ્યા છે. આ બેનરો વાંચીને પણ લોકોનો મનોબળ મજબુત બનશે એવો ગ્રુપ ને વિશ્વાસ છે. કોરોના થી બચવા માટે સૌપ્રથમ વેક્સિન,  મજબુત મનોબળ અને સકારાત્મક વિચારો હોવાનું ડૉક્ટરો પણ કહે છે. તેથી આ સંદેશાઓ કંઇક અંશે  પોઝિટિવ ઉર્જા ભરશે તેમ માનવતા ગ્રુપ નું માનવું છે.

Download Our B K News Today App



Related News