થરાદ - સાંચોર હાઇવે પર બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત : બંને ટ્રકો આગમાં લપટાતા એકનું મોત એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 11:06:53
  • Views : 270
  • Modified Date : 2021-05-10 11:12:06

     થરાદ સાંચોર હાઇવે પર આજે વહેલી સવારે બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલક નું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જેમાં એક સિમેન્ટ ભરેલી અને બીજી એરંડા ભરેલી ટ્રક સામસામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટ્રકના ખુરચે ખુરચા થઈ ગયા હતા અને અકસ્માત બાદ બંને ટ્રક માં આગ લાગી ગઈ હતી. અકસ્માતમા એક ટ્રક ચાલક ને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું.
     
  જ્યારે
અન્ય એક ઇજાગ્રસ્ત ટ્રક ચાલક ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવને પગલે આજુબાજુના લોકો અને થરાદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત ચાર કલાક સુધી 36 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. થરાદ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News