કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં 136 સેન્ટર્સ પર GPSCની વર્ગ-1 અને 2ની પરીક્ષા, એક ક્લાસમાં માત્ર 23 ઉમેદવારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 15:05:40
  • Views : 353
  • Modified Date : 2021-03-21 15:05:40

    કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે સરકારની ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ગત વર્ષે પણ કેસોમાં વધારો આવતા અનેક ભરતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં કેસ ઘટતા ફરીથી પરીક્ષા શરૂ કરાઇ છે. ત્યારે આજે અમદાવાદ સહિત 8 મહાનગરો અને 32 જિલ્લાઓમાં GPSC વર્ગ-1 અને 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કુલ 2,20,000 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે.

    કોરોનાના વધતા કેસ વચ્ચે પરીક્ષા યોજાઈ છે. જેમાં એક વર્ગમાં વધુમાં વધુ 23 ઉમેદવારોને જ બેસવા દેવામાં આવ્યા છે. અમદાવાદના 136 સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બે તબક્કામાં યોજાયેલી આ પરીક્ષામાં સવારે 11 થી 2 અને 3 થી 6 પરીક્ષા લેવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિને લઈને માસ્ક અને હાથ સેનિટાઇઝ કરવાના નિયમોનું ચુસ્ત પણે પાલન પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા કરાવવામાં આવી રહ્યું છે. સાથે થર્મલ ગન વડે ઉમેદવારોના તાપમાન ચેક કરવામાં આવી રહ્યા છે.

    સુરતમાં પણ કોરોના સંક્રમણ વચ્ચે GPSCની પરીક્ષાઓ લેવાઈ રહી છે. જેમાં પરીક્ષાર્થીઓ ભયના ઓથાર તળે પરીક્ષા આપવા પહોંચ્યા હતાં. જો કે, શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ સેવા બંધ હોવાથી પરીક્ષાર્થીઓએ ડબલ રિક્ષા ભાડા ચૂકવવાની નોબત આવી હતી. પરીક્ષાનો સમય ચૂકાઈ ન જવાય તે માટે 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતાં.

    શહેરમાં કુલ 13,696 પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં. જેના માટે કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા લેવામાં આવી હતી. સુરત શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી વર્ગ-1, મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2૨ની પરીક્ષાઓ 46 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી.રાજકોટમાં પણ કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે GPSC વર્ગ -1 અને 2 ની પરીક્ષા શરુ થઇ હતી, જ્યાં આજે શહેરમાં 51 કેન્દ્ર પર લેવામાં આવી રહેલી GPSC પરીક્ષામાં કુંડલીયા કોલેજ ખાતે ઠકરાર દંપતિ સજોડે GPSCની પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

    જ્યાં દંપતીએ જણાવ્યું હતું કે, આજે એક સાથે પરીક્ષા કેન્દ્ર પર કલાસ 1 અને 2 માટેની GPSCની પરીક્ષા આપવા પહોંચ્યા છીએ ત્યારે હરીફાઇ જોતા આજની પરીક્ષા ટફ હોઈ તેવું લાગે છે. અમેં છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતા હતા. અમારા લગ્ન બે વૃક્ષ પૂર્વે થયા છે અને લગ્ન બાદ અમે GPSCની તૈયારી શરૂ કરી છે. અમારો ધ્યેય સરકારી નોકરી મેળવી દેશની સેવા કરવાનો છે.

Download Our B K News Today App



Related News