કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે વડગામના છાપી PHC ખાતે 13 કે.એલ ક્ષમતા વાળા ઓક્સિઝન રીફલિંગ પ્લાન્ટનું લોકાર્પણ જીગ્નેશ મેવાણીના હસ્તે કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:32:25
  • Views : 384
  • Modified Date : 2021-08-29 13:32:25

     કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખાં માર્યા હતા ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે ત્યારે આજે વડગામ તાલુકાના છાપી PHC ખાતે 13  કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિઝન રિફીલિંગ પ્લાન્ટનું  લોકાર્પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં કર્યું હતું ,જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 800 સિલિન્ડર રિફિલ થશે જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાને સરળતાથી ઓક્સિઝન મળી રહેશે.

     કોરોનાની બીજી લહેરમાં ઓક્સિઝનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે જિલ્લામાં ઓક્સિઝનની યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોને ઓક્સિઝન માટે દરદર ભટકવું પડ્યું હતું જોકે હવે છાપીમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતાં સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News