બદલાતા વાતાવરણ વચ્ચે ડીસામાં વધુ એક શંકાસ્પદ ડેન્ગ્યુનો કેશ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:25:54
  • Views : 285
  • Modified Date : 2021-10-19 12:25:54

 

ડીસાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ડીસામાં વધુ એક શંકાસ્પદ ડેન્ગ્યુનો કેશ નોંધાતા ડેન્ગ્યુના કેસોને અટકાવવા માટે આરોગ્ય તંત્રએ ચેકીંગ હાથ ધર્યું  હતું..

 

 

કોરોના જેવી વૈશ્વિક મહામારી ભારતમાં મહદંશે ઓછી થતા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો એક વાત એક સામે આવી રહ્યા છે ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ પણ સક્રિય બની છે અને ડેગ્યુના કેસનો ને અટકાવવા માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.ત્યારે આજરોજ  ડીસામાં પણ ડેન્ગ્યુના કેસો અવારનવાર મળી આવી રહ્યા છે બાબતને ધ્યાનમાં લઇ ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના અલગ અલગ વોર્ડ માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આરોગ્યની ટીમ દ્વારા પાણી જન્ય રોગો માં વધારો ના થાય મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા ના મળે હેતુથી પાણીની અંદર દવાઓ અને લોકોને ડેન્ગ્યુથી બચવા માટે સમજણ આપવામાં આવી હતી આજે આરોગ્યની ટીમ દ્વારા ડીસાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ની તપાસ કરી દવાઓ અને ઘરે ઘરે જઈ અને સમજણ આપવામાં આવી હતી ડીસા અર્બન 2 ના સુપર વાઈઝર હિતેશભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ ના mphw કમલેશભાઈ પટેલ, પાંચ વોલેન્ટરીન, બે આશાઓ ની ટિમ  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીસા શહેરમાં આજે મોટાભાગના વિસ્તારોમાં ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે જેના કારણે સતત રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રોગચાળાને અટકાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ગંદકી અને ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તો આવનારા સમયમાં રોગચાળાને અટકાવી શકાય તેમ છે હાલ તો ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક લોકોની સલાહ સુચન આપવામાં આવી રહી છે જેથી આવનારા સમયમાં ડેન્ગ્યુ જેવી મહામારીને અટકાવી શકાય

Download Our B K News Today App



Related News