અમદાવાદમાં રથયાત્રા દરમિયાન થશે અમીછાંટણા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 15:37:32
  • Views : 100
  • Modified Date : 2023-06-19 15:37:32

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની  146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ રથયાત્રામાં અમીછાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી છે.અમદાવાદમાં આવતીકાલે છુટોછવાયો વરસાદ થવાની આગાહી છે. અમદાવાદમાં ભેજના કારણે વરસાદી માહોલ રહેશે. તો સાથે જ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદ વરસવાની આગાહી છે. તાપી, ડાંગ, ભરૂચ, સુરત, વડોદરામાં પણ વરસાદ વરસશે.અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. હાલમાં ચોમાસાના વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નહીં. જોકે ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો થશે, તેમજ વરસાદી માહોલ રહેશે. સાથે જ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.જો કે ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. દક્ષિણ ભારતમાં ચોમાસુ પહોંચ્યું જોકે મુંબઈમાં ચોમાસુ આવ્યા બાદ ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે તેની જાહેરાત થશે.હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 56 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 66% ભેજવાળુ વાતાવરણ રહેશે.તો આજે મંગળવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 28 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

 

Download Our B K News Today App



Related News