અમેરિકાની પેટ્રિએટ મિસાઇલ મળવાથી યુક્રેનને ફાયદો, રશિયામાં ચિંતા ફેલાઇ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-23 15:45:01
  • Views : 419
  • Modified Date : 2022-12-23 15:45:01

અમેરિકા યુક્રેનને એડવાન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપી રહ્યું છે. રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરવા યુકેન માટે આ હાઈટેક હથિયાર બહુ ઉપયોગી સાબિત થવાનું છે. જોકે યુક્રેનને મળનારા પેટ્રિયટ મિસાઇલથી રશિયા ચિંતિત થયું છે અને ઉશ્કેરાઈ ગયું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેસ્કી વોશિન્ગટન પહોંચી ગયા છે. ફેબ્રુઆરીમાં રશિયા સાથે યુદ્ધ ચાલુ થયા બાદ પશ્ચિમી દેશોએ યુક્રેનને અનેક એર ડિફેન્સ સિસ્ટમ મોકલી હતી. તેમાં સ્ટિંગર મિસાઇલ અને અનેક નાની મિસાઇલનો પણ સમાવેશ થાય છે. અમુક રડાર સંચાલિત એડવાન્સ મિસાઇલ પણ યુક્રેનને મળી છે. પરંતુ પેટ્રિયટ મિસાઇલએ રશિયાનો ગુસ્સો વધારી દીધો છે.

પેટ્રિયટ જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ છે. પેટ્રિયટ (ફેઝ એરે ટ્રેકિંગ રડાર ટૂ ઈન્ટરસેપ્ટ ઓન ટાર્ગેટ) દુનિયાની સૌથી શ્રેષ્ઠ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આ મિસાઇલ એક કમાન્ડ સેંટર, આકાશથી આવનારા ખતરાને ડિટેક્ટ કરીને રડાર સ્ટેશન અને લોન્ચર્સની સાથે આવે છે. આ મિસાઇલની ધ્વનિ અવાજથી પાંચ ગણી વધુ છે. અમુક સેકેન્ડની અંદર જ આ મિસાઇલ સુપરસોનિક સ્પીડ પકડી લે છે. તેની રેંજ 40 કિલોમીટરથી 160 કિલોમીટર સુધીની છે. તેને પોઈન્ટ ડિફેન્સ સિસ્ટમ પણ કહેવામાં આવે છે કારણકે તેનો પ્રયોગ મુખ્ય સ્થાનની સુરક્ષા કરવા માટે કરવામાં આવે છે. એટલે કે મિસાઇલ હાઈ-વેલ્યુ અસેટ્સની રક્ષા માટે કરવામાં આવે છે.

પેટ્રિયટ મિસાઇલની કિંમત લગભગ 8.28 કરોડ રૂપિયા છે. તે અમેરિકાની નેશનલ એડવાન્સ સર્ફેસ-ટૂ-એર મિસાઇલ સિસ્ટમથી પણ ત્રણ ગણી મોંધી છે. પેટ્રિયટ મિસાઇલનો સૌથી પહેલા ઉપયોગ 1990ના દશકામાં ખાડી યુદ્ધમાં થયો હતો.

અમેરિકા અત્યાર સુધી આ મિસાઇલ સિસ્ટમ નેધરલેંડ, પોલેન્ડ, જર્મની, જાપાન, ઈઝરાયેલ, સાઉદી અરબ, કુવૈત, તાઈવાન, ગ્રીસ, સ્પેન, યૂએઈ, કતાર, રોમાનિયા અને સ્વીડનને વેચી ચુકયું છે. રશિયા વિરુદ્ધ યુક્રેનના યુદ્ધ માટે અમેરિકા યુક્રેનને આ મિસાઇલ આપવાની છે, તેની સામે રશિયાએ પહેલા જ ચેતવણી આપી દીધી હોવાનું કહેવાય છે

Download Our B K News Today App



Related News