અમે ભાજપમાં જોડાઈશુ, અલ્પેશ અને ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરીશુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 17:41:41
  • Views : 525
  • Modified Date : 2019-07-15 17:41:41

કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ હજુ સુધી એકપણ પક્ષમાં જોડાયા નથી. જેને લઈને આજે અલ્પેશ ઠાકોરના ઘરે ઠાકોર સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોર કમિટીએ બન્નેને ભાજપમાં જોડાવા માટે સહમતિ આપી હતી. જો કે આ દરમિયાન અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. આ બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હવે અમે ભાજપમાં જોડાઈશુ. આ અંગે ભાજપના નેતાઓ અને અલ્પેશ ઠાકોર સાથે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ઓબીસી એકતામંચને પૂછીને નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠન ઈચ્છે છે કે, અમે ભાજપમાં જોડાઈએ.

Download Our B K News Today App



Related News