અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામેની અરજી ખેંચાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:36:22
  • Views : 541
  • Modified Date : 2019-04-11 06:58:27

ઐતિહાસિક વારસો, વૈભવ અને અÂસ્મતા ધરાવતાં અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાના સત્તાવાળાઓની તજવીજ સામે વિરોધ ઉઠાવતી ગુજરાત
 હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજી આજે હાઇકોર્ટમાં પરત ખેંચી લેવાઇ હતી. હાઇકોર્ટના એકટીંગ ચીફ જÂસ્ટસ અનંત એસ.દવે અને જÂસ્ટસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારને આ સમગ્ર મામલે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ કરી ભવિષ્યમાં જરૂર જણાય તો નવી રિટ અરજી કરવાની લિબર્ટી(સ્વતંત્રતા) આપી કેસનો નિકાલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટની એડવોકેટ હેતવી સાંચેતીએ પાર્ટી ઇન પર્સનની રૂએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના મામલે કરેલી જાહેર હિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપÂસ્થત કર્યા હતા કે, અમદાવાદ શહેરનું નામ તેમાં રહેતા લાખો નાગરિકોની ઓળખ છે. એહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી ત્યારબાદ ૬૦૦ વર્ષો સુધી આ નામ તેના નાગરિકોની સાંસ્કૃતિક અÂસ્મતા અને ઓળખનું અભિન્ન અંગ રહ્યું છે. આ હકીકત ખુદ રાજય સરકાર દ્વારા અમદાવાદને હેરીટેજ સીટીનો દરજ્જા મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે યુનેસ્કો સમક્ષ આપવામં આવી હતી. રાજય સરકારે રજૂ કરેલા ડોઝીયરના આધારે જ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જા પ્રાપ્ત થયો છે. જયારે કર્ણાવતી નામનો ઉલ્લેખ કયાંય ઐતિહાસિક દ્રષ્ટિએ કે વ્યવહારિક રીતે પણ ઉલ્લેખ થયેલો જણાતો નથી. તેમછતાં ખુદ રાજયના મુખ્યમંત્રી દ્વારા એક જાહેરમંચ પરથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરાઇ હતી. જે બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી પગલું હોઇ અમદાવાદ શહેરના નામને કાયમી ધોરણે સુરક્ષિત અને પ્રવર્તમાન રાખતો આદેશ હાઇકોર્ટે કરવો જાઇએ.


Download Our B K News Today App



Related News