AMC મહિલા હેલ્થ ઓફિસરના આપઘાતના પ્રયાસનો મામલો, ફરિયાદ બાદ પણ મ્યુનિ. નોકર મંડળે કાર્યકારી પ્રમુખ સામે પગલાં ન લીધા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 15:10:07
  • Views : 263
  • Modified Date : 2021-03-21 15:10:07

    શહેરના ખોખરા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની મહિલા કર્મચારીએ કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલ અને નોકર મંડળના કાર્યકારી પ્રમુખ જગદીશ ઉર્ફે ભૂપત સોઢા સહિતના લોકો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનામાં મ્યુનિસિપલ નોકર મંડળના કાર્યકારી પ્રમુખ જગદીશ ઉર્ફે ભૂપત સોઢા પર ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ તેમની સામે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સસ્પેન્ડ કરવાની કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં કર્મચારીઓમાં ચર્ચા શરૂ થઈ છે.

    કોર્પોરેશનમાં કર્મચારીઓનું સૌથી જૂનું નોકર મંડળ છે. જગદીશ સોઢા હાલ પણ નોકર મંડળમાં હોદ્દા પર કાર્યરત છે. આ સમગ્ર મામલો કોર્પોરેશનના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખોખરા પીઆઇ વાય.એસ. ગામીતે જણાવ્યું હતું કે, કેસની તપાસ એસ.સી-એસ.ટી સેલ પાસે છે અને હજી સુધી આરોપીઓ પકડાયા નથી.નોકર મંડળથી જોડાયેલા શ્રમિકો અને યુનિયનના આગેવાનોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, કેમ જગદીશ સોઢાને નોકર મંડળ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. નોકર મંડળ સત્તાધીશોના મૌનના લીધે આખુ મંડળ જગદીશ સોઢાને નતમસ્તક હોય તેવો માહોલ બની ઉભો થયો છે. મંડળના કેટલાક શ્રમિકો પ્રમુખ જગદીશ સોઢાને હાલ પૂરતો સસ્પેન્ડ કરવા માટે ખાનગીમાં રજૂઆત પણ કરી ચૂક્યા હોવાની વાત સૂત્રો પાસેથી જાણવા મળી છે.

    નોકર મંડળથી જોડાયેલા શ્રમિકો અને યુનિયનના આગેવાનોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, કેમ જગદીશ સોઢાને નોકર મંડળ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. નોકર મંડળ સત્તાધીશોના મૌનના લીધે આખુ મંડળ જગદીશ સોઢાને નતમસ્તક હોય તેવો માહોલ બની ઉભો થયો છે. મંડળના કેટલાક શ્રમિકો પ્રમુખ જગદીશ સોઢાને હાલ પૂરતો સસ્પેન્ડ કરવા માટે ખાનગીમાં રજૂઆત પણ કરી ચૂક્યા હોવાની વાત સૂત્રો પાસેથી જાણવા મળી છે.

    ફરિયાદી મહિલા સુપરવાઈઝર હોસ્પિટલમાં ખોટા આક્ષેપોના આધાર પર થયેલી બદલી મામલે મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર, મેયર કિરીટ પરમાર પાસે અપેક્ષા રાખીને ન્યાયની રાહ જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જગદીશ સોઢા અમદાવાદ મહાનગરપાલિકાના કાયમી કર્મચારી છે. જગદીશ સોઢા પર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાંય અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જગદીશ સોઢાને સસ્પેન્ડ કરવાની કે નોટિસ આપવાની તજવીજ પણ હાલ સુધી હાથ ધરવામાં આવી નથી.


Download Our B K News Today App



Related News