અટલ બ્રિજને લઇને AMCનો મોટો નિર્ણય, મોરબી દુર્ઘટનાની નોંધ લેતા હવે આટલાથી વધારે લોકો બ્રિજની નહીં કરી શકે મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-31 17:39:38
  • Views : 284
  • Modified Date : 2022-10-31 17:39:38


મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો નિર્ણય કર્યો છે. હવેથી એકસાથે 3000થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? જેના ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 


અમદાવાદ મ્યુનિશિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. AMC દ્વારા તાત્કાલિક અસરથી  અટલ ફૂટ ઓવર બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાને લઈ મોટો નિર્ણય કર્યો છે.  જેથી હવે એકસાથે 3000થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. મહત્વનું છે કે, ગઈકાલે રવિવારે એક દિવસમાં 35 હજાર લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. 

Download Our B K News Today App



Related News