વિશ્વ પર્યાવરણ દિવસની AMCએ કરી ઉજવણી, આ ખાસ પદ્ધતિથી 21000 વૃક્ષોનું વાવેતર, 21 લાખનો છે ટાર્ગેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 10:54:48
  • Views : 268
  • Modified Date : 2022-06-05 10:54:48


વિશ્વ પર્યાવરણ દિવસની AMCએ કરી ઉજવણી, આ ખાસ પદ્ધતિથી 21000 વૃક્ષોનું વાવેતર, 21 લાખનો છે ટાર્ગેટ


 


આજે વિશ્વ પર્યાવરણ દિવસ. આમ તો પર્યાવરણની જેટલી જાળવણી કરો એટલુ ઓછું.  કારણ કે વૃક્ષો છીએ તો આપણે છીએ. પોતાના રોજિંદા જીવનમાં પર્યાવરણ જાળવણી થાય તે પ્રકારે કામગીરી કરવી જોઇએ. પરંતુ આજે પર્યાવરણ દિવસ એટલે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ 21 હજાર વૃક્ષોનું વાવેતર કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું છએ. 


મિયાવાકી પદ્ધતિથી 21 હજાર વૃક્ષોનું વાવેતર 


2 લાખ ચોરસ મીટરની જગ્યા પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ સામાન્ય પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અમદાવાદના સિંધુ ભવન રોડ પર તાજ હોટલ પહેલા 12 હજાર વારના પ્લોટમાં 21 હજાર વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 


AMCનું મિશન મિલિયન ટ્રી


મહત્વનું છે કે મિશન મિલિયન ટ્રી અંતર્ગત દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાના હોય છે ત્યારે એએમસીએ ગત વર્ષે 15 લાખ રૂપિયા વાવ્યા હતા. આ વર્ષે 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.  છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 35 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાંથી 58 ટકા વૃક્ષો જીવિત રહે છે. ત્યારે આ વખતે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનો જીવિત રહેવાનો રેશિયો વધ્યો છે.


થલતેજમાં પણ 75 વડના વૃક્ષોનું વાવેતર 


 થલતેજ ખાતે 75 જેટલા વડના વૃક્ષોનું AMC દ્વારા વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા મિયાવાકી પદ્ધતિ થકી વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. મિયાવાકી પદ્ધતિ જાપાનીઝ ટેક્નોલોજી થકીથી વૃક્ષોનો ઉછેર કરાશે.  કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને મેયર હાજર રહેશે.


શું છે મિયાવાકી પદ્ધતિ


મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષમાં થાય છે.  પરંતુ આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં વૃક્ષોની વૃદ્ધિ થઈ જાય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી મોટા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે.


 


Download Our B K News Today App



Related News