પશુઓના હરતા ફરતા દવાખાનાનું લોકાર્પણ સમગ્ર દેશમાં પશુઓ માટે એમ્બ્યુલન્સ પ્રથમ ગુજરાત સરકારે શરૂ કરી ઃ વિજય રૂપાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-23 12:18:08
  • Views : 536
  • Modified Date : 2020-06-23 12:18:08

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતના પ્રતિ ૧૦ ગામદીઠ એક દવાખાનું આપવામાં આવ્યું છે. જેનું સર્વેલન્સ પણ સીએમ ડેસ્ક બોર્ડ પરથી કરવામાં આવશે. રાજ્યના નાગરિકો માટે ઇમરજન્સી માટે ૧૦૮ ની સેવા આપવામાં આવી રહી છે. તેવી જ સેવા રાજ્યના પશુઓ માટે આપવામા આવશે. જેમાં ઉલ્લેખનીય છે કે લોકાર્પણ કરેલી તમામ એમ્બ્યુલન્સમાં હાઈ ટેક જીપીએસ સીસ્ટમ મુકવામાં આવી છે. જેથી ગાંધીનગર સરકારને સીધી ખબર પડી શકે કે કઈ એમ્બ્યુલન્સ કયા ગ્રામ્ય વિસ્તારમાં છે. આ સાથે જ સીએમ ડેશબોર્ડ મારફતે યોજનાનું િીટ્ઠઙ્મ-ૈંદ્બી મોનીટરીંગ પણ કરવામાં આવશે
ખેડૂતો અને પશુપાલક આ બંને સિક્કાની બે બાજુ છે. જ્યારે આ સુવિધાથી ખેડૂતો અને પશુપાલકો બન્નેને ફાયદો થશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય
રૂપાણીએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના નાગરિકો માટે ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે તેવી જ રીતે હવે રાજ્યના પશુઓ માટે
આપવામાં આવશે. એનિમલ એમ્બ્યુલન્સ રાજ્યના ૧૦ ગામો પૈકી એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આવી કુલ અત્યારે ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના એમ્બ્યુલન્સ તરીકે શરૂ કરવામાં આવ્યા છે. આ યોજના મારફતે પશુ સારવાર સેવાઓ સવારના સાત વાગ્યાથી રાતના ૭ વાગ્યા સુધી પશુપાલકોને ગામે ગામ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યોજના માટે સરકાર દ્વારા ૮૮ કરોડથી વધુ રકમની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News