આબુરોડથી પાલનપુર જતી બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ વાન ખાડામાં ખાબકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:44:47
  • Views : 414
  • Modified Date : 2019-06-14 11:44:47

અમીરગઢ તાલુકાના
ગંગાસાગર નજીક ગાડીના અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.
આબુરોડ તરફથી આવતી અને પાલનપુર તરફ જતી બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ વાન ગંગાસાગર નજીક ડીવાઇડરને કૂદી ખાડામાં ખાબકતા સાત જેટલી વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.જેમાં અન્ય બે વ્યક્તિની હાલત ગંભીર છે.જે તમામ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને ૧૦૮ વાન દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ અકસ્માતના પગલે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News