અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-18 16:54:41
  • Views : 97
  • Modified Date : 2023-08-18 16:54:41

જુન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાખી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વરસાદની પેટર્નમાં બદલાવ કહો કે અન્ય કારણ પરંતુ સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ જૂન અને જુલાઈમાં જ વરસી ગયો છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે મુદ્દો છે વરસાદે લીધેલા વિરામનો છે. લગભગ 22 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.ખેડૂતોની દ્રષ્ટિએ આ વિરામ થોડો લાંબો કહી શકાય છે. ભારતમાં વરસાદ અને ખેતી એ રીતે જોડાયેલા છે કે જેમાં સમયસર અને માફકસરનો વરસાદ જ ખેતી અને ખેડૂતને ઉન્નત કરી શકે છે. હવે વરસાદે લીધેલો વિરામ લાંબો ખેંચાય તો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પાકમાં ખેડ થઈ ચુકી છે અને હવે જરૂર છે એ પાકને વરસાદના પાણીની. જો હજુ લાંબો સમય વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાણીના અન્ય વિકલ્પ ખુલ્લા કરવા પડશે જે હાલના તબક્કે કદાચ પોષાય એમ નથી. ગુજરાતમાં હવે વરસાદ આવશે તો ક્યારે આવશે ? રાજ્યમાં હવે પછી વરસાદી સિસ્ટમ બનશે તો ક્યારે બનશે ?ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા અને પેટલાદમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

Download Our B K News Today App



Related News