અંબાજીથી ભાભર જતી બસનો ત્રિશુળીયા ઘાટીમાં અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:35:08
  • Views : 745
  • Modified Date : 2019-04-20 05:35:08

અંબાજીથી ભાભર જતી એસ.ટી.બસનો ત્રિશુળીયા ઘાટી પર બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડથી ઉતારી સામે પહાડથી અથડાઈ ગઈ હતી. જેમાં ૮ થી ૧૦ લોકોને નાની મોટી ઇજા થઇ હતી. ૧૦૮ દ્વારા ઘાયલોને દાંતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંબાજી એસ.ટી.ના સંચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી લોકો માટે મદદ કરી હતી. બસ નંબર જીજે ૧૮ વાય  ૭૭૫૪ નો અકસ્માત બપોરે ૧ વાગીને ૧૦ મિનીટે થયો હતો. આ બસના ડ્રાયવર રાવળ દિનેશકુમાર એમ. હતા. અંબાજી એસ.ટી. ડેપોના એ.ટી.આઈ. રફીકભાઇ મકરાણી ઘટના સ્થળે આવી રીપોર્ટ બનાવી આગળ એસ.ટી. વિભાગને મોકલ્યો હતો.તા. ૧૫-૪-૧૪ ના રોજ આજ જગ્યા પર લકઝરી બસનો અકસ્માત થયો હતો. ત્યારે પી.એસ.આઇ. એસ.કે.પરમારે પોતાના જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા હતા. તેમના કપડાં પણ ઘાયલોના ખુનથી રંગાઈ ગયા હતા અને તેમને કરેલી સેવા સુંદર હતી. આજે થયેલા અકસ્માતમાં કોઈજ યાત્રીને ગંભીર ઇજા થઇ નથી. આ બસ દિયોદર ડેપોની હતી અને બસના ચાલકે કાબુ ગુમાવ્યા બાદ મુસાફરો બસમાં વધુ હોઈ લોકોના જીવ બચાવવા માટે બસના ચાલકે સામે પહાડ સાથે અથડાઈ હતી. ઘટનાસ્થળે પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News