અંબાજી મંદિર ટ્રસ્ટની ગંભીર બેદરકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:17:37
  • Views : 611
  • Modified Date : 2019-04-18 05:17:37

દેવસ્થાન ટ્રસ્ટના વહીવટમાં કેવી લાલીયાવાડી ચાલે છે જેનો બોલતો પુરાવો અહીં રજુ કરવામાં આવ્યો છે આ ગબ્બર ટોચના ૧૦૦ વર્ષ જુના પુજારીનો વાર્ષિક પગાર ૫૦૦ રૂપિયા રાખવામાં આવેલ છે જે પગાર પણ સમયસર કરવામાં આવતો નથી જયારે ૨૦૧૩ માં ૫૧ શક્તિપીઠના નવા રાખેલા પુજારીઓનો માસિક પગાર ૧૧૦૦૦ હતો જે દર વર્ષે ૧૦૦૦ વધી હાલ ૧૫૦૦૦ હજાર સુધી પહોંચી ગયો છે ત્યારે ૧૦૦ વર્ષ જુના પૂજારી સાથે અન્યાય કેમ ?ગબ્બર ટોચ પર ૧૦ વર્ષથી બનેલી દુકાનો ધુળ ખાઈ રહી છે, કબ્જો આપવામાં આવતો નથી ગબ્બર પુજારીઓની ૨૦ થી વધુ દુકાનો ગબ્બરના વિવિધ જગ્યા પર હતી જેનું ભાડુ શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતુ હતુ જે ભાડુ ૨૦૦૭ થી અંબાજી મંદિર તરફથી લેવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યુ અને ગબ્બર ટોચ પર ૨૦૦૯ થી બનેલી દુકાનો આ વેપારીઓને આપવામાં આવતી નથી અને ૧૦ વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાંય ટ્રસ્ટ આ લોકો સાથે ભારોભાર અન્યાય કરી રહ્યુ છે. ગબ્બરના ૧૦૦ વર્ષ જુના પુજારીઓનો પગાર વર્ષનો માત્ર ૫૦૦ રૂપિયા ગબ્બર મંદિર અને ગબ્બર ઝૂલાની પૂજા પાછલા ૧૦૦ વર્ષથી ગબ્બરના ઠાકોર સમાજના ૨૦ પુજારીઓ કરે છે અને આ બંને મંદિરોના સમય નથી એટલે આ મંદિરમાં ભક્તો દર્શન કરવા આવે ત્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. ત્યારે અહીં પૂજારીને સેવા અર્ચના કરવા વહેલી સવારથી મોડી રાત્ર સુધી ઘણી વાર બેસવું પડે છે.  આવા પૂજારી માટે વર્ષનો માત્ર ૫૦૦ રૂપિયા પગારથી ઘર કઈ રીતે ચાલે તે એક મોટો પ્રશ્ન છે. ગબ્બરના પુજારીઓના ઘરો કાચા અને દયનીય હાલતમાં છે. ત્યારે અંબાજી મંદિરના અધિકારીઓ તેમના ઘરની મુલાકાતો લઇ સત્યતા જાણે આ પુજારીઓનો ૨૦૧૭ થી આજદીન સુધીનો પગાર બાકી છે અને તેમના જે હકો ,હતા તે હવે ઓછા કરી દેવાયા છે. પહેલાં ગબ્બરની આરતી સવાર સાંજ આ ઠાકોર પુજારીઓ  ઉતારતા હતા હવે તે આરતી નવા મહારાજ ઉતારી રહ્યા છે.  મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક આ ૨૦ વર્ષ જુના પુજારીઓનો પગાર વધારવામાં આવે તેવી માંગ આ પૂજારી કરી રહ્યા છે શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. ગુજરાત અને ભારત દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે.  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના વિવિધ મંદિરોમાં પુજારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. ત્યારે અંબાજીથી ૩ કિમી દૂર આવેલા ગબ્બર પર્વત ટોચ પર અંબાજી મંદિર ટ્રસ્ટ  હસ્તકના મંદિર પર પાછલા ૧૦૦ વર્ષથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ૨૦ કાયમી પુજારીઓ માતાજીની પૂજા અને સેવાનું કામ કરે છે આ તમામ પુજારીઓની હાલત ઘણી ખરાબ છે. અને તેમની આજીવિકા માત્ર આ સેવા અર્ચનાથી થાય છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી છેલ્લાં ત્રણ વર્ષથી તેમનો પગાર આપવામાં આવ્યો નથી અને જયારે પૂજારીઓ અંબાજી મંદિરમાં પગાર બાબતે રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે સભ્યતાથી વર્તન કરાતુ  નથી અને કોન્ટ્રાકટ વાળા કર્મચારીઓ તેમને વહીવટદાર આવે ત્યારે આવજો કહી ધક્કા ખવડાવે છે.અંબાજી મંદિર ટ્રસ્ટની પ્રથા ઘણી વિવાદિત રહી છે અહીં પુજારીઓ પુજારીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. તેવા આરોપો ભુતકાળમાં બનેલા છે. ગબ્બરના ૨૦ કાયમી પુજારીઓ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનું અસ્તિત્વ જ ન હતુ તે પહેલાં ભવાનીસિંહ રાજવી પરિવારના સમયથી માતાજીની પૂજા અર્ચના કરે છે અને આ તમામ ૨૦ પુજારીઓ ઠાકોર સમાજની જાતિના છે. ગંભીર બાબત એ છે કે ગુજરાત સરકારના યાત્રાધામ મંત્રી પણ ઠાકોર સમાજના હોવા છતાંય તેમને ન્યાય મળ્યો નથી. આ ગબ્બરના ૨૦ પુજારીઓને ક્યારેય સમયસર પગાર ચુકવવામાં આવતો નથી તેમને પગાર માટે મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અવારનવાર ધક્કાઓ ખવડાવે છે. 




Download Our B K News Today App



Related News