ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજીના સરપંચ સસ્પેન્ડ કલ્પનાબેન પટેલને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 19:46:29
  • Views : 1169
  • Modified Date : 2019-06-27 19:46:29

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ  અંબાજી ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. આ ધામમાં આવેલી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હાલમાં રામ અવતાર અગ્રવાલ કામગીરી સંભાળતા હતા. અંબાજીના જાગૃત નાગરીક દ્વારા તિરૂપતિ સોસાયટીથી શક્તિ ધારા સોસાયટીના નવા બનેલા રોડની કામગીરીમાં ગેરરીતિની ફરિયાદ ડીડીઓએ અંબાજી ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી અને  ગુજરાત પંચાયત ધારા ૫૭ (૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાએ અંબાજી ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દાથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. સાથે સરપંચની ખાલી પડેલી જગ્યા ઉપર સંદર્ભ (૨) થી ગુજરાત પંચાયત ધારાની કલમ  - ૫૫(૨) (ખ) થી કલ્પનાબેન પટેલ ઉપ સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી વતી આયોજન અધિકારી અને તાલુકા વિકાસ  અધિકારીએ અંબાજી ગ્રામ પંચાયતમાં આવી આદેશની કોપી રૂબરૂ લઇ આવી અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ રામ અવતાર અગ્રવાલને હોદ્દાથી દૂર કરવાનો આદેશ આપતો લેટર સેક્રેટરી અંબાજી પંચાયતને આપ્યો હતો. સાથે અંબાજી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ કલ્પનાબેન પટેલને અંબાજી ગ્રામ પંચાયતના સરપંચનો નવીન ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અંબાજી ગ્રામ પંચાયતમાં સૌથી વધુ સરપંચ તરીકે રહેવાનો રેકોર્ડ રામ અવતાર અગ્રવાલના નામે છે. અંબાજીની રાજનીતિમાં સૌથી મોટું કોઈ નામ હોય તો તે રામ અવતાર અગ્રવાલનું છે. તેમની સામે ૨૦૧૭ની પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૦ ઉમેદવારો સામે હોવા છતા તેવો જીત્યા હતા. આજના આદેશ બાદ રામ અવતાર અગ્રવાલ કાયકાદીય સલાહ લેવા ગયા હોવાની માહિતી મળી છે.


Download Our B K News Today App



Related News