અંબાજીના બજારો 1 મે થી બપોરે 1 સૂધી ખુલ્લા રહેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 12:58:41
  • Views : 258
  • Modified Date : 2021-05-02 12:58:41

     અંબાજી ખાતે 220 કરતા વધુ એક્ટિવ કેસોને લઇને સ્વૈચ્છિક લોકડાઉન કરાયા બાદ પોઝેટીવ કેસમા થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજીના બજારો 1 મેથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે,તેમજ  તમામ વેપારીઓએ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.અંબાજી ખાતે હાલમા કોરોના કહેર વધવા પામ્યો છે ત્યારે વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે મીટીંગ કરી થોડા દિવસ અંબાજીની તમામ દૂકાનો બંદ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેમા પોઝેટીવ કેસમા થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને 1 મે થી અંબાજી ખાતે સવાર થી બપોરના 1 વાગ્યા સુધી દૂકાનો વેપારી ખુલ્લી રાખી શકશે અને નવો કોઈ આદેશ ના આવે ત્યા સુધી આ નિયમ લાગુ રહેશે તેમ આયોજન અધિકારી એ ડી ચૌહાણ એજણાવ્યું હતું .

Download Our B K News Today App



Related News