અંબાજીના કોંગ્રેસ મહિલા અગ્રણી નેતાનું દુઃખદ અવસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:47:07
  • Views : 471
  • Modified Date : 2019-04-03 12:47:07



અંબાજી કોંગ્રેસ પક્ષના અગ્રણી મહિલા નેતા ધનવંતીબેન ઉમેદસિંહ રાણા (લક્ષ્મીબેન રાણા)નું અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થતા અંબાજી ધામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. તેમના મિલનસાર સ્વભાવથી અંબાજીની જનતા યે એક સારા મહિલા નેતા ગુમાવ્યા છે તેમની પાછળ તેવો પોતાના ૨ પુત્રોને મૂકી ગયા છે. ધનવંતીબેન ને તમામ લોકો સાથે મિલનસાર સ્વભાવને કારણે પોતાની આગવી છાપ ધરાવતા હતા પોતે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવા છતા તમામ પક્ષના લોકો સાથે તેમને સારૂ બનતું હતુ. આ ઘટનાથી કોંગ્રેસના દાંતા તાલુકાના નેતાઓ , કાર્યકર્તાઓએ મજબુત નેતા ગુમાવ્યા છે.જેમની અંતિમયાત્રા આજે તારીખ ૩/૪/૧૯ના રોજ સવારે ૯.૦૦ કલાકે તેમના અંબાજી આઠ નંબર નિવાસસ્થાનેથી નીકળી કોટેશ્વર, મુક્તિધામ ( અંતિમધામ) જશે.

Download Our B K News Today App



Related News