અંબાજીના શિવાલયો ભક્તોથી ઉભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 11:54:53
  • Views : 405
  • Modified Date : 2019-08-20 11:54:53

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામમાં ગતરોજ શ્રાવણ માસનો સોમવાર હોઈ શિવ મંદિરોમાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. અંબાજીમાં માતાજીના મંદિર સિવાય વિવિધ શિવાલયો આવેલા છે. ત્યારે  કુંભારીયા ખાતે આવેલા કુંભેશ્વર મહાદેશ્માં બરફનો ઉપયોગ કરી અમરનાથ બનાવવામાં આવ્યા હતા. સાથે જૂનાનાકા ખાતે આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પણ બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. જેમા શિવ ભક્તો દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા.શ્રાવણ માસના ત્રીજા સોમવારે અંબાજીથી ૧.૫ કિમી આવેલા કુંભેશ્વર મહાદેવ મંદિરમાં મિત્ર મંડળ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી  બરફ અને ઘી નો ઉપયોગ કરી બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. સાંજે અહી શિવ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શિવ ભક્તો અમરનાથ બરફાની ભૂખે કો અન્ન પ્યાસે કો પાનીના નાદ સાથે અમરનાથ દાદાને યાદ કર્યા હતા. આ સિવાય જુનાનાકા વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પણ ભક્તો ઉમટ્યા હતા.


Download Our B K News Today App



Related News