ભાદરવી પૂનમનો મેળો જામ્યો ચાર દિવસમાં 12 લાખ ભક્તોએ દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 11:04:40
  • Views : 458
  • Modified Date : 2019-09-12 11:04:40

  • ભાદરવી મહાકુંભ સોળે કળાએ ખીલી ઊઠ્યો
  • ચોથા દિવસે 3.10 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું
  • 3.10,000 યાત્રિકોની સંખ્યા, 65,133 લોકોએ ભોજન લીધુ
  • 3,69,134 પ્રસાદના પેકેટ વિતરણ, 65,91,768 ભંડારાની આવક

અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે 3.10 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દરબારમાં માથું ટેકવ્યું છે. આ વર્ષે ભક્તોના ધસારાને પહોંચી વળવા જુદી જુદી વ્યવસ્થા ઉપરાંત સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈ અંબાજી થી પદયાત્રી રૂટ પરના માર્ગો પર પણ જુદા જુદા સફાઇના સાધનો સાથે વાહનો સતત ફરી રહ્યા છે. ઉપરાંત જુદી જુદી ગ્રામ પંચાયતો દ્વારા પણ સફાઈ કરાવવામાં આવી રહી છે. જોકે કુંભારીયા ગ્રામ પંચાયતે સફાઈ પ્રત્યે લાપરવાહી દાખવતા જિલ્લા કલેકટર દ્વારા નોટિસ પાઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભાદરવી પૂનમના મહામેળામાં પાછલા ચાર દિવસમાં 2 લાખથી વધુ ભક્તોએ જલિયાણ કેમ્પ દિવાળીબા ગુરૂભવન સહિતના ત્રણ વિનામૂલ્યે ભોજન કેન્દ્રો પર ભોજન લીધું હતું. ચાર દિવસમાં 17 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. ચાર દિવસમાં 4.86 લાખ ભક્તો દર્શન કરીને પરત ગંતવ્ય સ્થાને ગયા છે. મંદિરમાં અત્યારથી અંદાજિત 3 હજાર ધજા ચઢવવામાં આવી છે. મંદિરને અત્યારસુધી 102 ગ્રામ સોનાની આવક થઈ છે. ઉપરાંત અંબાના ધામમાં સ્વચ્છતા અભિયાનનો સંદેશો ભક્તો દ્વારા ગામે ગામ પહોંચે તે માટે મંગળવારે સાંજે જિલ્લાના કલેકટર, નિવાસી કલેકટર વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાતેજ સફાઈ કરવાનું બીડું ઉપાડી રોડ પર પડેલો કચરો એક કલાક સુધી ફરી ફરીને સાફ કર્યો હતો.

નિવાસી કલેકટર એલ બી બામણિયા તો એટલેથી ન અટકતા ગટરની જાતેજ સફાઈ કરવામાં લાગી ગયા હતા. અંબાજીની સાંકડી ગલીઓમાં અને તેની નીકો સ્વચ્છ બને તે માટે કલેકટર સહિતનો સ્ટાફ આવા પ્રયાસો કરતા ફરજ પરનો સ્ટાફ ડઘાઈ ગયો હતો. કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું " આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત મેળાની થીમ રાખવામાં આવી છે ઉપરાંત સ્વચ્છતા પર વિશેષ ભાર રખાયો છે.

દીકરો અવતરતાં વડોદરાના શ્રમિક ભક્તની માઁને એક લાખની સોનાની પાદુકા અર્પણ
જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં શિખર માટે ભક્તોને ટહેલ નાંખવામાં આવ્યા બાદ હવે ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ચાલુ સાલે ભાદરવી મેળામાં અત્યાર સુધી 102 ગ્રામ સોનાની આવક થઈ છે. દરમિયાન બુધવારે બપોરે માઁ અંબાના ચરણોમાં બે સોનાની પાદુકા અર્જુનસિંહ ગણપતસિંહ પઢીયાર (રહે.ચોકારી, તા.પાદરા, જી.વડોદરા) પરિવારએ અર્પણ કરી હતી. જેની કિંમત 1,04,501જેટલી છે જેનું વઝન 30.300 ગ્રામ છે. શ્રમિક પરિવારે દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને જણાવ્યું કે " છેલ્લા સાત વર્ષથી અંબાજી ચાલતા આવીએ છીએ. દિકરીઓ બાદ મા અંબાએ દીકરો આપ્યો, અને ત્યારથી જ માતાજીને એક લાખ રૂપિયાનું સોનુ આપવાની મનમાં ઈચ્છા કરી હતી જેથી આજે સોનાની પાદુકા ધરવા ચાલતા આવ્યા છીએ.દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓએ શ્રમિક પરિવારની લાગણીઓની પ્રશંસા કરી હતી.

ગબ્બર પર્વત પર ભક્તોની ભારે ભીડ
માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર પર્વત ખાતે પણ માઇભક્તોની ભારે ભીડ રહે છે. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો ગબ્બર પર્વત ઉપર દર્શન કરવા અચૂક જાય છે. ગબ્બર મુકામે 51 શક્તિપીઠોનું નિર્માણ થતાં માઇભક્તો હવે અંબાજી આવીને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. ગબ્બર ઉપર જવા માટે રોપ-વે અને પગથીયાની સગવડ હોવાથી માઇક્તોને સારી સુવિધા મળે છે.

માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો
માતાજીની પૂજા દિવસમાં ત્રણ વખત થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર ધ્વારા આધશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે.

Download Our B K News Today App



Related News