કોરોના મહામારી સમયના ૧૧ મહિના બાદ વૃદ્ધાશ્રમના વડીલો અંબાજી માતાજીના દર્શને નીકળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 11:40:08
  • Views : 341
  • Modified Date : 2021-02-05 11:40:08

કોરોના મહામારીના કારણે છેલ્લા ૧૧ મહિનાથી વૃદ્ધાશ્રમની દીવાલોમાં બંધ એવા પાલનપુર વૃદ્ધાશ્રમના ૮૫ વડીલોનો ગુરૂવારના રોજ  સદભાવના ગ્રુપ ટ્રસ્ટ
પાલનપુરના યુવાનો દ્વારા એક દિવસીય અંબાજી પ્રવાસ કરાવી માતાજીના દર્શન અંબાજી મુકામે કરાવ્યા હતા અને ત્યાર બાદ સૌ સાથે અંબાજી સ્થિત ઇસ્કોનવેલીમાં સૌ વડીલોને ભોજન પણ કરાવ્યું હતું.
સંજાેગોવસાત વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા વૃદ્ધ વડીલોને પરિવારની હૂંફ મળી રહે અને તેમના દીકરા તેમના
પરિવારની ઉણપ ન વર્તાય એકલતા ના અનુભવાય એ હેતુથી  સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનો દ્વારા આ સુંદર મજાના એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ વડીલોને માસ્કનું વિતરણ અને સેનેટાઈઝર કર્યા બાદ સવારે ૯ઃ૦૦ વાગે પાલનપુર આર.ટી.ઓ. સર્કલ સ્થિત વૃદ્ધાશ્રમથી સ્પેશિયલ  બસની વ્યવસ્થા કરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોની સુંદર સેવા જાેઇને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોનું પણ સન્માન અંબાજીના ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું.  તથા વૃદ્ધાશ્રમના વડીલોને પણ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નીતનવા સેવાકીય કાર્યો કરી યુવાનોને સદ્‌કાર્ય માટે પ્રેરતા એવા સદભાવના ગ્રુપ દ્વારા આ સુંદર મજાના આયોજનમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ  ચૌધરી, હિતેન્દ્ર મહિન્દ્રા, હાર્દિક પટેલ, જગદીશ કોરોટ, અનીલ ચૌધરી, કૌશિક ગોસ્વામી, આનંદ વાણીયા, જીગર પટેલ,  વૃધ્ધાશ્રમના મેનેજર ચંદ્રકાંત જાેશી, ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી  હાજર રહ્યા હતા અને વડીલોની ખુબ સેવા કરી હતી.  અંબાજી ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા
પણ સદભાવના ગ્રુપના યુવાનો અને વૃધ્ધાશ્રમના વડીલોનું અંબાજી માતાજીનાં મંદિરે ચાચર ચોકમાં સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News