અંબાજી મંદિર દ્વારા ફૂડ પેકેટ અને સાંજે વઘારેલી ખીચડી વહેંચાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 17:42:04
  • Views : 386
  • Modified Date : 2020-03-30 17:42:04

અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું મા અંબાનું પ્રાચીન તીર્થ છે. હાલમાં સમગ્ર દેશમાં લોક ડાઉનને કારણે લોકો ઘરમાં છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોઈ આ બાબતની ગંભીરતા લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સવારે  ફૂડ પેકેટ અને સાંજે વઘારેલી ખીચડી અંબાજી આસપાસ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને આપવામાં આવી હતી. આ સિવાય અંબાજી પાસેથી પસાર થતા રાહદારી લોકોને પુરા પાડવામાં આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ એક કરોડ એક લાખ રૂપિયાનું દાન મુખ્ય મંત્રી રાહત કોષમાં કરવામાં આવ્યું હતું

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અને સ્વયં સેવકોની મદદથી છેલ્લાં ત્રણ ચાર દિવસથી અંદાજે  ફૂડ પેકેટ અંબિકા ભોજનાલય ખાતે તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં સવારે બટાકાની સૂકી ભાજી, 

પુરી અને મરચા જ્યારે સાંજે વઘારેલી ખીચડી તૈયાર કરીને તેને ફૂડ પેકેટ સ્વરૂપે અંબાજી 

પાસેથી પસાર થતા લોકોને આપવામાં આવ્યા હતા.  બીજા જે ગરીબ લોકો છે તેમને પણ આ ફૂડ પેકેટ ઘરે ઘરે સ્વયં સેવકો દ્વારા આપવામાં આપતા લોકોમાં ખુશી પ્રસરી ગઇ હતી. અંબાજી મંદિરની ગાડીમાં આ ફૂડ પેકેટ  અંબાજી આસપાસના વિસ્તારોમાં આપવામાં આવ્યા હતા. જેમાં ૨૬ તારીખે ૫૦૦ પૂરી શાક, ૨૭ તારીખે ૧૦૨૦ પૂરી શાક સવારે અને સાંજે ૫૫૦ વઘારેલી ખીચડી જ્યારે ૨૮ તારીખે ૧૦૦૦ પૂરી શાક જ્યારે ૧૦૦૦ વઘારેલી ખીચડી તૈયાર કરી આપવામાં આવી હતી. આમ ત્રણ દિવસમાં ૪૦૭૦ ફૂડ પેકટ અંબાજી મંદિર તરફથી તૈયાર કરવામાં આવ્યા હતા તેમ અંબાજી મંદિરના આર.કે.મેવાડા દ્વારા માહિતી આપવામાં આવી છે.


Download Our B K News Today App



Related News