મેળામાં પહેલીવાર વિક્લાંગ વ્યક્તિ અને તેના પરિવારને મા અંબાના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 14:24:55
  • Views : 619
  • Modified Date : 2019-09-07 14:24:55

પાલનપુરઃ વારંવાર પડતાં વરસાદી ઝાપટાંઓ વચ્ચે રવિવારથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે. જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ મહામેળાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અંબાજી બસ સ્ટેશનથી લઈ મંદિરના શક્તિદ્વાર સુધી વોટરપ્રુફ ડોમ બનાવી તેમાં જ રેલિંગની વ્યવસ્થા કરાઇ છે. તો આ વર્ષે પહેલીવાર વિકલાંગ વ્યક્તિને તેમજ તેની સાથે રહેલા પરિવારને મંદિર સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા વિનામૂલ્યે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ગયા વર્ષે માત્ર બાળકો અને વિકલાંગ માટે આ વ્યવસ્થા હતી, પરંતુ પરિવારની વ્યવસ્થા ન હતી જેના લીધે અવ્યવસ્થા સર્જાઇ હતી. જેથી આ વર્ષે વ્યવસ્થામાં સુધારો કરીને પરિવારનો પણ સમાવેશ કરાયો છે.

કલેકટર સંદીપ સાંગલે અને વહીવટદાર સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, એસટી સ્ટેન્ડ પર સાંજના 4-30 વાગે દર્શનાર્થીઓની એન્ટ્રી બંધ કરાશે. ચાચરચોકમાં પ્રસાદ માટે ભીડ થતી હોઇ આ વર્ષે કાઉન્ટર વધારાયાં છે. ટેન્ટ સિટીમાં 20 ટેન્ટ ઊભા કરાયા છે, જેમાં એકમાં 3 પલંગ હશે. પગરખા સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ પાસે રખાયું છે. અંબાજીમાં 14 ટાવર ઉભા કરાયાં છે, જેના પરથી ગુનેગારો પર નજર રખાશે.

આ વખતે નવું પાર્કિંગ બનાવાયું છે, દાંતાથી જે વાહનો અંબાજીમાં પ્રવેશ થાય તે અંબાજી સિવિલમાં વાહનો પાર્ક કરશે. બેઠકમાં કેટલાક તીખા સવાલો વહીવટી તંત્રને કરાયા હતા. જેના અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા. વર્ષોથી યાત્રિકોની સંખ્યા ચોક્કસ આંકડામાં બતાવાય છે, જેને લઇ સવાલ ઉઠતાં યાત્રિકો ગણવાની પદ્ધતિ કઈ છે તેનો ઠોસ જવાબ તંત્ર દ્વારા અપાયો ન હતો. ઉપરાંત, પ્રસાદમાં વેપારીઓ દ્વારા વધુ પૈસા લેવાતા હોવાની રજૂઆત કરાઇ 

Download Our B K News Today App



Related News