અંબાજીમાં નિવૃત્ત ફોરેસ્ટ કર્મચારીના ઘરે તસ્કરો ત્રાટકયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 12:08:33
  • Views : 447
  • Modified Date : 2019-08-01 12:08:33

યાત્રાધામ અંબાજીમાં ચોર ઈસમો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે નિવૃત્ત ફોરેસ્ટ કર્મચારી પોતાની દિકરીના ઘરે ગાંધીનગર ગયા તો બંધ મકાનનું તાળું તોડી રૂપિયા સાડા છ લાખથી વધુ રકમની ચોરી થઈ ગઇ હતી. ચોરીની ઘટનાને પગલે સમગ્ર પંથકના રહીશો ચોર સામે લાચારીની સ્થિતિ અનુભવી  રહ્યા છે.
અંબાજીની યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા   ગિરધારીસિંહ બારડ સોમવારે ગાંધીનગર ગયા હતા. આ દરમ્યાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરો તાળાનો નકુચો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાં ઘરનો સામાન વેરવિખેર કરી સરેરાશ ૬લાખ ૬૨હજારની ચોરી કરી ગયા હતા. જોકે આ બાબતની જાણ ગીરધરસિંહ બારડને થતાં તેવો અંબાજી દોડી આવ્યા હતા.
સમગ્ર મામલે અંબાજી
પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી વિગતો મેળવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર
 એસ કે ચૌધરીએ જણાવ્યું હતું કે, તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ગીરધરસિંહ બારડના મકાનમાંથી ૧૫ તોલા સોનું , દોઢ કિલો ચાંદી સહિત ૧.૨૭ લાખ રોકડ રકમની ચોરી થઈ છે. જોકે મકાનમાલિકે સંપૂર્ણપણે તપાસ કર્યા પછી જ કુલ ચોરી કેટલી રકમની થઈ છે તેવું જણાવ્યું હતું. ડોગ સ્કોડ, એફ એસ એલ ની મદદ લેવાઈ હતી અને વધુ તપાસ ડી.વાય. એસ.પી. ચલાવી રહ્યા છે.
 સૂત્રોએ જણાવ્યું હતું કે, અંબાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો વિવિધ વિસ્તારોમાં ચોરી કરવાને અંજામ આપી રહ્યા છે. આથી પોલીસ દ્વારા  પેટ્રોલિંગ વધારી સુરક્ષા જડબેસલાક કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ રહી છે.

Download Our B K News Today App



Related News