અંબાજીમાં ચૈત્રી આઠમ નિમિતે હવન અને ઝવેરા વિધિ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:46:25
  • Views : 464
  • Modified Date : 2019-04-14 06:46:25

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. ગુજરાતનું મોખરાનું યાત્રાધામ  અંબાજી છે.જ્યાં હાલમા ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે.ત્યારે  વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં આઠમના પર્વ પ્રસંગે સવારે ૬ઃ૦૦ વાગે મંગળા આરતી થઇ હતી. ત્યારબાદ અંબાજી મંદિરની હવનશાળામાં આઠમનો હવન શરૂ થયો હતો.જેમાં મોટી સંખ્યામા માઇભક્તો દર્શન કરવા આવ્યા હતા અને નોરતાના પર્વમાં અંબાજી  મંદિરમા માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જે પ્રસંગે ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ થી માતાજીની જયકારા બોલાવતા હતા. ત્યારબાદ સવારે અંબાજી મંદિરની હવનશાળામાં આઠમનો હવન કરવામાં આવ્યો હતો.જેમાં અંબાજી મંદિરના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિ પોતાની પત્નિ સાથે હવનમા બેઠા હતા. ત્યારબાદ મંદિરમાં માતાજીના વાઘ પાસે ઝવેરા વિધિ યોજાઈ હતી.જેમાં અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ કૌશિકભાઈ ઠાકર,તન્મયભાઈ ઠાકર,દેવાંગભાઈ ઠાકર,લાલા મારાજ ,મંદિર ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી સહિતના લોકો હાજર રહ્યા હતા.આમ અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ રવિવારના રોજ સમાપ્ત થશે.


Download Our B K News Today App



Related News