શક્તિપીઠ અંબાજીમાં હનુમાન જયંતિ ઉજવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:56:01
  • Views : 610
  • Modified Date : 2019-04-20 05:56:01

શક્તિ, ભક્તિ અને
આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી મા અંબાનું પ્રાચીન તીર્થ છે. આ ધામમાં અંબાના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આજે ચૈત્રી પૂનમ હોઈ અંબાજીમાં માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. સાથે આજે હનુમાન જયંતિ હોઈ અંબાજીના આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવાથી હનુમાન ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજીના વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી પૂજા અને હવન શરૂ કરાયા હતા. જુના નાકા હનુમાનજી મંદિરમાં ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે ગબ્બર સર્કલ પર આવેલા હનુમાન ટેકરી મંદિરથી બપોરે ભગવા રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. અંબાજીના બાલાજી નગરમાં આવેલા બાલાજી હનુમાનના મંદિરમાં વહેલી સવારે ભોગ ધરાવવામાં આવ્યો હતો અને મહાયજ્ઞ સાથે આનંદ ગરબા અને ભોજન ભંડારો રાખવામાં આવ્યો હતો.
શ્રી ટેકરીવાળા હનુમાન દાદા સેવા ટ્રસ્ટ અને રાષ્ટ્રીય હિન્દુ ગૌ સેવાના અધ્યક્ષ સ્થાને બપોરે ગબ્બર સર્કલથી અંબાજીના તમામ માર્ગો પર  "વિશાળ ભગવા રેલી" નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. આ રેલીમાં હનુમાન દાદાનો મોટો ફોટો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે ગૌ માતાનું બેનર લોકોને  આકર્ષી રહ્યુ હતું. આજે આખુ અંબાજી ગામ મારૂતિ ધામ બની ગયુ હતું. રાષ્ટ્રીય હિન્દ ગૌ સેવા અને શ્રી ટેકરી વાળા હનુમાનદાદા સેવા ટ્રસ્ટના વિશાળ આયોજનથી સતત  બીજા વર્ષે આ ભગવા રેલી નીકળી હતી. જેના આયોજકો લલીત લુહાર,વસંત વણજારા,ગોવિંદ  ઠાકોર, લોકેશ જૈન અને સાવન જૈન સાથે વધુ યુવાઓ હિન્દુ ધર્મ અને ગાય માતાના પ્રચાર માટે આ રેલી કાઢવામાં આવી હતી. આ સાથે બાલાજી નગર હનુમાન દાદાના મંદિરમાં અંબાજીનો સૌથી મોટો ભંડારો યોજવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.  
પુનમસિંહની મહેનત સાથે તેમના ટીમની મહેનતથી છેલ્લાં ૫ વર્ષ કરતા વધુ સમયથી અહીં દર વર્ષે હનુમાન જયંતિએ ભંડારો યોજાય છે. ભાટવાસના ચૈતન્ય હનુમાન મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું.

Download Our B K News Today App



Related News