ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે રાત્રે દેહ ત્યાગ કર્યો 28 મે ના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-26 14:17:30
  • Views : 1905
  • Modified Date : 2020-05-26 14:18:00

પૂજ્ય જય અંબે ચૂંદડીવાળા માતાજી ના દેહાવસાન થી સમગ્ર 76 બ્રહ્મસમાજ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. દિવ્યાત્મા ના દુઃખદ અવસાન ને શ્રધ્ધાંજલિ આપવા અમારી પાસે શબ્દો નથી. લાગણી વ્યક્ત કરવા શબ્દકોશ નાનો પડે છે, આ દુઃખ ની ઘડીઓમાં આપણે સૌ સાથે મળીને દિવ્યાત્મા ના ચરણકમળ માં મસ્તક નમાવી કોટિ કોટિ વંદન કરીએ છીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.ચુંદડી વાળા માતાજીના ભક્તોને તેમના દર્શન થઈ શકે તેના માટે તેમનો નશ્વરદેહ 26 તારીખથી 27 તારીખ સુધી અંબાજી ખાતે દર્શનાર્થે મૂકવામાં આવશે. થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે ચેકીંગ માટે ગયા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજી દેવલોકમા ગયા છે તેવા મેસેજ વાઇરલ થયા હતા. પરંતુ મંગળવાર રાત્રે 2 વાગે તેમને દેહ ત્યાગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર, બાલા સાહેબ ઠાકરે, નરેન્દ્ર મોદી સહિત વિવિધ લોકો તેમની સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News