યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:16:15
  • Views : 568
  • Modified Date : 2019-07-30 12:16:15

શક્તિ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, જાપ અને તપચર્યા એટલે માતાજીનું તીર્થ સ્થળ અંબાજી ગુજરાતનું ગૌરવ છે. આ તીર્થમાં ગત રાત્રીએ
પડેલા વરસાદથી અંબાજીમાં લગભગ ૮ ઇંચ
પડતા લોકોને ભારે ખુશી અને આનંદ જોવા મળ્યો હતો. લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. અને લોકોએ વરસાદને વધાવ્યો હતો. અંબાજીના બજારોમાં વરસાદનું પાણી જોવા મળતા લોકો વરસાદની મજા માણી હતી. સાથે ઠંડક મળતા ગરમીથી હાશકારો મેળવ્યો હતો.
અંબાજી આસપાસના પહાડોમાં ઝરણાં વહેતા થયા હતા. સાથે નદીઓમાં નવા નીર આવ્યા હતા. ખેડૂતોએ ખેતીની શરૂઆત કરી હતી. અંબાજીમાં ૮ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. સાથે પાણીની આવક વધતા અંબાજીના લોકોને હવે પીવાનું પાણી પણ વધારે મળશે.  વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે બનાસ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News