અંબાજીમાં ત્રણ જગ્યાએ આગના બનાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:32:07
  • Views : 425
  • Modified Date : 2019-04-29 11:32:07

અંબાજીમાં આવેલ જેકોરબાબાની ધર્મશાળામાં  ટેન્ટના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.  ગોડાઉનમાં પડેલ માલ સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.
અંબાજી મંદિરની ફાયર બ્રિગેડ ટીમને શુક્રવારના રોજ ઇમરજન્સી કોલ આવતા તાત્કાલિક સમયસર રીંછડી રોડ પર ભીખાજી ઠાકોરના ખેતર
પાસે આગ લાગતા અંબાજી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતાલ. બપોરના સમયમા  ૨ઃ૩૦ વાગેની ઘટનામાં એક કલાકની ભારે મહેનતથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ શુક્રવાર સાંજે ૪ઃ૩૦ વાગે ની આસપાસ બીજો આગની હોનારતનો કોલ અંબાજી ફાયર બ્રિગેડને મળતા અંબાજી મંદિરની ફાયર ટીમ હોટલ રોયલ ઈનમાં પહોંચી હોટલના ચોથા માળ પર સ્ટોર રૂમ પર પહોંચી ભારે  જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
જ્યારે રવિવારે અંબાજી ગુજરાતી શાળા પાસે આવેલી એક ખાનગી ધર્મશાળાના મેદાનમા પડેલા ટેન્ટના સામાનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અંબાજી મંદિરની ફાયર ટીમ તાત્કાલિક સમયસર પહોંચી આગ પર
સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
આમ અંબાજી મંદિરની ફાયર સર્વીસ હાલ લોકો માટે ખુબ ઉપયોગી સાબિત થઇ રહી છે.
અગરાભાઈ પરમાર અને તેમના ટીમની કામગીરી સુંદર અને ઝડપી રહી હતી.

Download Our B K News Today App



Related News