અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે : જેમાં આજે 4 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં રજા અપાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 11:30:34
  • Views : 237
  • Modified Date : 2021-05-13 11:30:34

    અંબાજી ગૂજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલું છે હાલમાં અંબાજી મંદિર 13 એપ્રિલથી ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે હાલમાં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જેમાં આજ દિન સુધી 70 ટકા કરતાં વધુ દર્દીઓ સારવાર બાદ ઘરે ગયા છે. ત્યારે આજે પણ અહીં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓ સાજા થઈને પણ પોતાના ઘરે ગયા છે.અંબાજી કોવીડ હોસ્પિટલ ખાતે 235 દર્દીઓ પૈકી 170 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે અને અંદાજે 30 જેટલા દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં આવતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

    અંબાજી કોવિડ હોસ્પિટલ ખાતે ડોક્ટર શોભા ખંડેલવાલના માર્ગદર્શન હેઠળ RMO ડૉકટર રાજ સારસ્વત અને તેમની ટીમ દ્વારા અહીં સારવાર લઈ રહેલા દર્દીઓની સાર સંભાળ રાખવામાં આવે છે.. ત્યારે આજે ચાર દર્દીઓને સારવાર બાદ સાજા થઇ જતા ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી જેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News