અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રાખી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 11:11:47
  • Views : 64
  • Modified Date : 2024-03-08 11:11:47

 

મહાશિવરાત્રી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો કે તમે અંબાજી દર્શન કરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર વાંચજો,કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે.અંબાજી ગબ્બર પર્વત પર રોપ-વે 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓ 11 માર્ચથી 16 માર્ચ સુધી રોપ વે સેવાનો લાભ નહીં શકે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને અખંડ જ્યોતના દર્શન કરી શકે છે. રોપ વેની વાર્ષિક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામા આવશે.

Download Our B K News Today App



Related News