નવા વર્ષમાં સદ્દભાવના ગ્રુપના યુવાનોએ વૃદ્ધાશ્રમના વડીલોને અંબાજી દર્શન કરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 11:20:15
  • Views : 403
  • Modified Date : 2019-11-01 11:20:15

 પાલનપુર વૃધાશ્રમમાં વસતા વડીલોને માટે ખાસ બસની વ્યવસ્થા કરી એમને અંબાજી લઇ જઈ દર્શન માતાજીની આરતી કરાવી
બપોરે સુંદર ભોજન કરાવી એક દિવસીય પ્રવાસની જોડે મજા માણી હતી.
મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા ગુજરાતભરના વૃદ્ધ વડીલ માતા પિતાઓને દિવાળીના તહેવારમાં
પરિવારની હૂંફ મળી રહે અને તહેવારમાં એકલતાના અનુભવે એ માટે થઇને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોએ નવા વર્ષમાં જેમ હિન્દુ સંસ્કૃતિમાં મંદિરે દર્શને જવાની પ્રથા છે. એ મુજબ પાલનપુર વૃદ્ધાશ્રમમાં વસતા ૭૫ વડીલ માતા-પિતાને અંબાજી લઇ જઈ દર્શન કરવાય હતા. આ વડીલ વૃધ્ધોનો અંબાજી લઇ જવા માટે સવારે ૮ઃ૦૦ વાગે વૃદ્ધાશ્રમ
પાલનપુરથી ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે ૧૧ઃ૦૦ વાગે અંબાજી
પહોંચી જે પણ વડીલોને ચાલવામાં તકલીફ હતી. એ તમામ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને ૧૧ઃ૩૦ વાગે માતાજીના મંદિરમાં લઇ સવારની આરતીનો લાભ લીધો હતો અને માતાજીની આરતી કરી હતી. ત્યાર બાદ બપોરે મિસ્ત્રી ભુવન મુકામે સુંદર મજાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સાંજે ૪ઃ૦૦ વાગે એક દિવસીય પ્રવાસ અને માતાજીના દર્શન કરી સૌ વડીલોને પરત વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા હતા.
આ એક દિવસીય પ્રવાસ કરીને યાત્રાથી ખુશ ખુશાલ જણાતા વડીલોએ કહ્યું હતું કે, જેમ શ્રવણ પોતાના માતા-
પિતાને યાત્રા કરાવી હતી. એમ આ સદભાવના ગ્રુપના સૌ યુવાન દીકરાઓએ અમને માતાજીના દર્શન અને પ્રવાશ કરાવ્યો છે. એમ સૌને આશીર્વાદ પણ આપ્યા હતા. આ આયોજનમાં સદ્દભાવના ગ્રુપ ટ્રસ્ટના હરેશ ચૌધરી, હિતેન્દ્ર ચૌધરી, વૃદ્ધાશ્રમના ડો.ઉમાકાંન્ત  પંડયા જગદિશ કોરાટ, જીગર પટેલ, રાકેશ વાઘમાર, કૌશિક ગોસ્વામી, આનંદ વાણીયા, પ્રવિણ પટેલ, અનિલ ચૌધરી હાજર રહ્યા.

Download Our B K News Today App



Related News