અંબાજીની કોલેજમાં થેલેસીમિયા પ્રશિક્ષણ કેમ્પ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 15:24:19
  • Views : 421
  • Modified Date : 2020-01-03 15:24:19

ઇન્ડિયન રેડક્રોસ ગુજરાત રાજ્ય અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા થેલેસીમિયા નાબુદી અભિયાન અંતર્ગત મંગળવારે યાત્રાધામ અંબાજી ખાતે આર્ટ્સ અને બી.સી.એ કોલેજમાં થેલેસીમિયા પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો. અંબાજીની આ કોલેજમાં 95 ટકા વિદ્યાર્થીઓ ટ્રાયબલ છે. જેને લઇ 185 યુવક-યુવતીઓના થેલેસીમિયા ટેસ્ટની કામગીરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ધરાઇ હતી. જોકે આ થેલેસીમિયાના ટેસ્ટની ફીસ 600 રૂપિયા ઉપરાંતની થતી હોય છે પણ આ વિદ્યાર્થીઓ પાસે માત્ર રૂ.50નો સામાન્ય ચાર્જ લેવાયો હતો. અને 100 રૂપિયા કોલેજના ફંડમાંથી ચૂકવાયા હતા. આ પ્રસંગે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના દાંતા તાલુકાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ અગ્રવાલ, કેમ્પ ઇન્ચાર્જમાં ભરતભાઈ શ્રીમાળી, જયંતીભાઈ વાળંદ તથા પ્રકાશભાઈ પરમાર (ટેક્નિસિયન) ઉપસ્થત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News