અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:38:49
  • Views : 437
  • Modified Date : 2019-08-10 11:38:49

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુદ્રઢ આયોજન કરીને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે.
અંબાજી ભાદરવી મહામેળાના આયોજન અંગે
પાલનપુર મુકામે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરે અધિકારીઓને કહ્યું કે ગયા વર્ષે યોજાયેલ મહામેળાની વ્યવસ્થાને લોકો અને શ્રધ્ધાળુઓ ખુબ વખાણી હતી. આ વર્ષે પણ સ્વચ્છતા અને શ્રધ્ધાળુઓની સુવિધાઓને મહત્વ આપી મેળામાં સરસ કામગીરી કરીએ. તેમણે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચના આપતા જણાવ્યું કે મેળા પ્રસંગે દૂરદૂરથી લાખો યાત્રિકો માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન કરી પરત ફરે તે માટે સૌ કાળજીપૂર્વક અને સેવાભાવના સાથે કામગીરી કરીએ. કલેકટરે કહયુ કે શ્રધ્ધાળુઓની સેવામાં કોઇ કચાશ ન રહે તેની વિશેષ કાળજી રાખીશું.
બેઠકમાં પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા
રિપેરિંગ, વિસામા કેન્દ્રો, ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયંત્રણ, ફાયર ફાઇટર, ખાધ પદાર્થોની ચકાસણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર મુકામે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધા અંગે વગેરે સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કલેકટરે અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે તમામ કચેરીના અધિકારીઓને મેળા માટે માઇક્રોપ્લાનિંગ કરી તે પ્રમાણે કામગીરી કરવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News