અંબાજીમાં નવરાત્રિ વખતે ભાવિભક્તોને ૪ લાખ રૂપિયાની પ્રસાદી આપવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:31:44
  • Views : 373
  • Modified Date : 2020-10-15 12:31:44

 નવરાત્રિ દરમિયાન સમૂહમાં ૨૦૦ વ્યકિતની મર્યાદા કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનું પાલન કરીને પૂજા-અર્ચના કરવાની રાજય સરકારે છૂટ આપી હતી, પણ પ્રસાદી એ આપણી પરંપરા છે, એના પર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. રેસ્ટોરાં અને લારી-ગલ્લા પર ખાદ્ય પદાર્થ વેચાણ કરવાની છૂટ છે, છેવટે રાજય સરકારે વ્યકિતદીઠ પેકિંગમાં પ્રસાદી આપી શકાશે તેવો બુધવારે મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે, જેથી અંબાજીમાં મોહનથાળનાં ૪ લાખ પેકેટ બનશે અને કાગળના બોક્સમાં મળશે, જ્યારે કાગવડ ખોડલધામમાં સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં મળેલી કેબિનેટની વિગત આપતાં ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રસાદી વહેંચણીની ગાઇડલાઇન્સનું સ્વંયશિસ્તથી પાલન થાય એ આવશ્યક છે. સંજોગોમાં પ્રસાદી વિતરણ માટે સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક, પ્રસાદી સ્વમેળે લેવા જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News