શહેર ભાજપના સંગઠને ગૃહમંત્રી સમક્ષ કહ્યંુ અમારુ કોઇ સાંભળતુ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 11:45:46
  • Views : 364
  • Modified Date : 2021-04-25 11:45:46

શહેર ભાજપ સંગઠન દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સહાય માટે ૧૧ વોર્ડમાં આગેવાનો નિમવામાં આવ્યા હતા. મોબાઇલ નંબર સહિતનંુ લીસ્ટ જાહેર કરાયુ હતુ. સોશિયલ મીડીયામાં
પણ આ લીસ્ટને વહેતુ કરાયુ હતુ. જેને લઇને મોટી સંખ્યામાં દર્દીના સગા દ્વારા સંપર્ક કરવામાં આવતો હતી, પરંતુ સગાને નિરાશા મળતી હતી. સહાય કરવામાં સંગઠન નિરર્થક સાબિત થયુ હતુ. ત્યારે આજે કોલવડામાં ઔપચારીક બેઠકમાં ગૃહમંત્રીને સંગઠને કહ્યુ હતુ કે, અમે કોઇને મદદ કરી શકતા નથી, અમારુ કોઇ સાંભળતુ નથી.
પાટનગરમા સમાવેશ કરાયેલા કોલવડાની આયુર્વેદિક
હોસ્પિટલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનો આરંભ કરાયો હતો. સાથે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શહેર ભાજપ પ્રમુખ, મેયર, મહામંત્રી હાજર રહ્યા હતા. શુભારંભ કાર્યક્રમ પૂરો થયા બાદ એક રૂમમાં તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ગૃહમંત્રીએ ઔપચારીક બેઠક કરી જિલ્લાની સ્થિતિની જાણકારી મેળવી હતી. કોરોના તુફાન મચાવી રહ્યો છે ત્યારે તેને કાબુમાં લેવા સહિતની બાબતો ઉપર ચર્ચા કરાઇ હતી.  બેઠકમાં સાથે રહેલા શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓએ પણ પોતાની વેદના વ્યક્ત કરાઇ હતી. શહેર ભાજપ દ્વારા કોરોનામા જરૂરી સમયે કોલ કરવા સહિતનુ લીસ્ટ જાહેર કરાયા બાદ ઇન્જેક્શન, વેન્ટીલેટર ધરાવતા બેડની સુવિધા મળતી નથી. જેને લઇને અનેક શહેરજનો દ્વારા આગેવાનોને ફોન કરવામાં આવે છે. કેટલાક કામ થાય છે, જ્યારે કેટલાક કામમા અસર્મથ નિવડી રહ્યા છે. આધારભૂત સૂત્રો
પાસેથી માહિતી મળી હતી કે, આગેવાનોએ કહ્યુ હતુ કે, અમારુ કોઇ સાંભળતુ નથી, અમે ફોન કરીએ અને નાગરિકોની સમસ્યાનુ સમાધાન આવે તેવુ કરવુ જાેઇએ.

Download Our B K News Today App



Related News