થરાદ તાલુકાના ગેળા ગામે આવેલ છે અમરનાથ મહાદેવનું મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 11:22:57
  • Views : 352
  • Modified Date : 2020-11-08 11:22:57

ગેળા ગામે અમરનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેની સ્થાપના ગામ લોકો દ્વારા સવંત ૨૦૩૨માં ફાગણ સુદ ચોથને શુક્રવાર મે દિવસે કરવામાં આવી હતી. જેમાં એટાવાળા આંનદ પ્રકાશ
બાપજી અને રેવાપૂરી બાપુ  
પધારેલા હતા. તેમના દ્વારા અમરનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.
આ ગેળા ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલ છે જેમની ઇતિહાસ વર્ષોે જૂનો છે અને આ હનુમાનને શ્રીફળ વાળા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે દર શનિવારે અહી મેળો ભરાય છે. જેમાં દર શનિવારે હજારો ભક્તો ગેળા વાળા હનુમાનજીના દર્શનનો લાવો લે છે. જ્યારે અહી આવતા લોકો આ અમરનાથ મહાદેવના પણ દર્શન કરવા અવશ્ય આવે છે. ગેળા ગામમાં આવેલ આ હનુમાનજી જે શ્રીફળ વાળા હનુમાનજી તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. તેની બાજુમાં  અમરનાથ મહાદેવનું મંદિર આવેલ છે. લોકો ત્યાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
જ્યારે હાલમાં અમરનાથ મહાદેવની પૂજા અર્ચના  ગામના ગૌસ્વામી ગુલાબપુરી કરે છે. પહેલાં તેમના પિતાજી અને તે પહેલા તેમના દાદાજી આ મહાદેવની પૂજા કરતા હતા.

Download Our B K News Today App



Related News