ડીસા-પાલનપુર હાઈવે પર અલ્ટો કારમાં લાગી આગ : શોર્ટ સર્કિટથી આગ લાગતાં અલ્ટો કાર બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:44:28
  • Views : 346
  • Modified Date : 2022-04-25 11:44:28

ડીસા-પાલનપુર હાઈવે પર અલ્ટો કારમાં લાગી આગ : શોર્ટ સર્કિટથી આગ લાગતાં અલ્ટો કાર બળીને ખાખ

 

ડીસા પાલનપુર હાઈવે રોડ પર આજે બપોરે અલ્ટો કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી અલ્ટો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સમય સૂચકતા કારચાલક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ આગ લાગતા અલ્ટો કાર બળીને ખાખ થઈ ગઈ હતી..

 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વાહનમાં આગ લાગવાની ઘટના બની છે ડીસા પાલનપુર હાઈવે રોડ પર એક અલ્ટો કારમાં અચાનક આગ લાગતાં ઘટના સ્થળે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.અને સમય સૂચકતા અલ્ટો કારનો ચાલક કારમાંથી બહાર નીકળતા તેનો આબાદ બચાવ થયો હતો. અલ્ટો કારમાં આગ લાગતાં તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ અલ્ટો કારમાં આગ લાગવાથી અલ્ટો કાર બળીને ખાખ થઈ ગઈ હતી..

 

Download Our B K News Today App



Related News