તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં કોઈ જ કર્મચારી હજાર ન હોવા છતાં લાઇટો અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 10:53:01
  • Views : 211
  • Modified Date : 2022-04-12 10:53:01

સમગ્ર વિશ્વ અત્યારે ઉર્જાની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને આ કટોકટીના સમયે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં કોઈ જ કર્મચારી હજાર ન હોવા છતાં લાઇટો અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા

 

સમગ્ર વિશ્વ અત્યારે ઉર્જાની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને આ કટોકટી ભારત સહિત ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.. અને ઉર્જા બચાવવા માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે.. પરંતુ સરકારી કચેરીઓમાં જ ઉર્જાનો બીજ જરૂરી વેડફાટ થઈ રહ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.. આ ઘટના ડીસા તાલુકા પંચાયત કચેરીની ઘટના છે.. તાલુકા પંચાયત કચેરીમાં આજે અમારા સંવાદદાતાએ મુલાકાત લીધી ત્યારે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં લાઇટો અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા.. જ્યારે ચેમ્બરમાં કોઈ જ હાજર જોવા મળ્યું નહોતું...

      ઉર્જા બચાવોને લઈ સરકાર દ્વારા સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે લોકોમાં ઉર્જાને લઈ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.. પરંતુ સરકારના આટઆટલા પ્રયાસો બાદ પણ જ્યારે સરકારી કચેરીઓમાં ઉર્જા બચાવવાની જાગૃતિ ના આવતી હોય તો લોકોમાં કેવી રીતે આવે... આ અંગે અમે ડીસા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો અને આ લાપરવાહી અંગે પૂછતાં તેમણે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇનકાર કરીને આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી..

Download Our B K News Today App



Related News