બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પણ આજે આર.આર મહેતા કોલેજ ઓફ સાયન્સમાં નેચર ક્લબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સાત દિવસની વન્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:30:50
  • Views : 336
  • Modified Date : 2021-10-07 12:30:50

     દેશભરમાં 2જી ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી દિવસેને દિવસે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જેના કારણે વન્ય જીવો જંગલ છોડી બહાર આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે અને એકવાર વન્યજીવો બહાર આવતા માનવી અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થતા અનેક માનવજીવન ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ડીસા ના વિસ્તારમાં વર્ષોથી રહેતા ઉર્વીશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા વન્ય જીવોને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી વિવિધ જાતિના હજારોની સંખ્યામાં સાપો તેમજ વન્ય પ્રાણીઓને સુરક્ષિત ઝડપી પાડી જંગલોમાં છોડવામાં આવ્યા છે ત્યારે આજે વન્ય જીવોને બચાવવા ના અભિયાન અંતર્ગત સમગ્ર ભારત પરમાર વન્ય જીવોને બચાવવા માટે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પણ આજે આર.આર મહેતા કોલેજ ઓફ સાયન્સમાં નેચર ક્લબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સાત દિવસની વન્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં આજ રોજ પાલનપુર ખાતે વન્ય જીવોના રક્ષણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ કર્મચારીઓ તથા પાલનપુર સિવિલ મેડિકલના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વન્ય જીવ એવા સર્પ જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો.છેલ્લા ઘણા વર્ષોથી ડીસા ખાતે રહેતા અને વન્ય જીવોને બચાવવા માટે કાર્ય કરતા  ઉર્વીશ સોલંકી તથા વિશાલ ઠાકુર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વન્યજીવની સંરક્ષણ કરવા અંગે પોલીસ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફે સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન સુનિલ જોશી,ડીવાયએસપી વી.કે પંડ્યા પી.આઇ એસ.એ ડાભી, પી.એસ.આઈ જે.ડી આહીર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News