અલ્પેશ ઠાકોરે અસલી રંગ બતાવ્યો, કોઇને કીધા વગર કરી આ મોટી જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 11:29:53
  • Views : 3878
  • Modified Date : 2019-08-29 11:31:15

ભાજપમાં જોડાયો ત્યારે પક્ષ કહેશે એમ કરીશ. એવી વાતો કરનાર અલ્પેશ ઠાકોરે હવે ચૂંટણી ક્યાંથી લડવી એ હુ જ નક્કી કરીશ એવો સંકેત ભાજપની નેતાગીરીને આપવાનું શરૂ કરી પોતાનો અસલી રંગ બતાવ્યો છે. એટલું જ નહીં ભાજપે હજુ રાધનપુરથી ચૂંટણી લડવા માટે ટીકિટ ફાઈનલ નથી કરી ત્યારે અલ્પેશે ત્રણ દિવસ પછી પ્રચારના પ્રારંભની જાહેરાત પણ કરી દેતાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીની આબરુંના ધજાગરા ઉડયા છે.

અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરીને ભાજપમાં પણ પોતાનો અસલી રંગ બતાવવા માંડયો છે. રાધનપુરથી ત્રણ ચાર દિવસ બાદ પ્રચાર કાર્ય શરૂ કરવાની પણ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસની માફક હવે ભાજપમાં પણ શિસ્તના લીરેલીરા ઉડાડવાની અલ્પેશ ઠાકોરની આ હરકતથી ભાજપના નેતાઓ નારાજ થયા છે.

પરપ્રાંતીઓના લોહીના ડાઘના જેની સામે આક્ષેપ છે એ અલ્પેશે ભાજપે પોતાના પક્ષમાં પ્રવેશ કરાવ્યો છે. આનાથી ભાજપના કાર્યકરો પણ હતાશ થયા છે અને તેઓએ મન મનાવી લીધું છે કે, જો ભાજપ આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપશે તો તેઓ પક્ષ માટે કોઈ જ કામ નહીં કરે. રાધનપુરમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા સાથે પ્રચાર શરૂ કરવાની વાતે પણ ભાજપમાં અંદરખાને ડખા પડયા છે.

ભાજપના સ્થાનિક કાર્યકરોએ તો માત્ર ને માત્ર સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા માટે આગ્રહ કર્યો છે નહીંતર પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતાં અચકાશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ અલ્પેશને કારણે હવે ભાજપમાં અંદરો અંદર ડખા થયા છે. કાર્યકરો રોષ સાથે કહે છે કે, મૂળ કોંગ્રેસીને જીતાડવા માટે પક્ષમાં અમે અમારી જાત નહીં ઘસીએ.

Download Our B K News Today App



Related News