ફિલ્મ પુષ્પા સ્ટાઇલમાં અલ્પેશ ઠાકોરનો ડાયલોગ- મેં ઝુકેગા નહિં..., જાણો તેઓએ આવું કેમ કહ્યું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 19:04:17
  • Views : 252
  • Modified Date : 2022-10-21 19:04:17

     વર્ષ 2022ની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ રાધનપુર બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે 2019ની પેટા ચૂંટણીને દિવસો અલ્પેશ ઠાકોર એ યાદ કર્યા હતા અને તે સમયે પણ તેમને રોકવાના પ્રયાસ તેમના વિરોધીઓએ કર્યા હતા પરંતુ સ્ટેજ પરથી જ ફિલ્મ પુષ્પાનો ડાયલોગ ઝુકેગા નહિ બોલી સમાજનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો અને તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામે સમસ્ત ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું. જોકે આ સ્નેહમિલન જ્યાં યોજાયું હતું તે વિસ્તાર પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનો મત વિસ્તાર છે અને સાથે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સાસરું છે. અને સમાજના આ કાર્યક્રમમાં બંને નેતાઓની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. અને સમાજમાં હજુએ જૂથવાદ ચાલી રહ્યો હોય તેના તરફ ઈશારો કરતી હતી.તેઓએ કહ્યું કે એવું શું હતું કે હું તમારો દુશ્મન થઈ ગયો. અલ્પેશ ના હરવાથી આખા સમાજનું મોરલ તૂટ્યુ. સમાજે કેટલું વેઠવાનું આવ્યુ. સમાજ એરોપ્લેનની સ્પીડ એ દોડતો હતો પાછો ટ્રેન પર આવી ગયો. સમાજનું એહિત કરનારને રોકવાની જરૂર છે. આ કુવાના દેડકા છે ચૂંટણી આવી એટલે બોલવા નીકળી પડ્યા છે. ચૂંટણી પછી આ લોકો દેખાવના નથી. લાખો લોકોને ફાયદો થયો હોય તો અનેક ડામ સહન કરી લઈશ.

બીજીતરફ રાધનપુર બેઠક પરથી આ વખતે ફરી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર અલ્પેશની જાન લીલા તોરણે પાછી આવશે તેવું કહી ચુક્યા છે. એટલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે એ સ્પષ્ટ વાત છે. ત્યારે સમાજનું આ સ્નેહમિલન યોજી અલ્પેશે સમાજ તેની સાથે છે તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અને સ્ટેજ પર સમાજને સંબોધતા તેઓએ જણાવ્યું કે હું સમાજ માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે. 2019માં રાધનપુરમાં મને હરાવવાના પ્રયાસ કર્યા. પણ તેઓએ વિરોધ કરનારાઓને પુષ્પા મુવી સ્ટાઇલમાં જવાબ આપી દીધો કે ઝુકેગા નહિ. મને ઝુકાવવાનો પ્રયાસ કરતા હોવ તો તે ન કરતા.
વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો 150થી વધુ સીટો આવવાની છે તો આપણે કેમ પાછા રહીએ. દરેક સમાજે રાજનીતિમાં રહેલા લોકોનો ફાયદો લીધો જ છે. સમાજે સરકારમાં બેઠેલા પ્રતિનિધિને રજુઆત કરવી પડે. કોઈપણ સમાજે આગળ આવવું હોય સરકાર અને તેની યોજનાનો લાભ લેવો પડે. આંદોલનમાં અમે દરેક સરકાર પાસે માંગવા જવું પડ્તું હતું. આજેય સમાજનો મારા પર અપેક્ષા ખૂબ છે. સમાજને સરકારની જરૂર છે. સાથે જ તેઓએ યુવાનોને કહું છુ દારૂના રવાડે ના ચઢતા શિક્ષણ તરફ આગળ વધો તેવી અપીલ પણ કરી હતી.

Download Our B K News Today App



Related News