અલ્પેશ ઠાકોરની કોંગ્રેસવાળો પ્રચાર બારોબાર ચૂંટણીનો પ્રચાર શરૂ કરાતા વિરોધનો સૂર ઉઠયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 11:25:40
  • Views : 699
  • Modified Date : 2019-09-03 11:25:40

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને મંત્રીપદ મેળવવા ઉછળકૂદ કરતાં અલ્પેશ ઠાકોરે હવે કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ પણ પોતાની મનમાની શરૂ કરી છે. ભાજપ શિસ્તબધૃધ પક્ષ ગણાય છે પણ પક્ષપલટુઓ પક્ષની શિસ્તતાને જાણે કોરાણે મૂકી દીધી છે. હજુ તો ચૂંટણીપંચે પેટાચૂંટણી જાહેર કરી નથી.

ભાજપે પણ ઉમેદવાર નક્કી કર્યાં નથી તે પહેલાં જ અલ્પેશ ઠાકોરે પોતાની મનસૂફી મુજબ રાધનપુરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતાં ભાજપમાં આંતરિક વિરોધનો સૂર ઉઠયો છે. મહત્વની વાત તો એછેકે, કોંગ્રેસની જેમ વર્તીને અલ્પેશ ઠાકોરે સોશિયલ મિડિયામાં ભાજપના નેતાઓની જ બાદબાકી કરી પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાડયાં છે. 

ગુજરાતમાં સાત બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ઓક્ટોબરના મધ્યમાં આ પેટાચૂંટણી યોજાય તેવી શક્યતા જોવાઇ રહી છે. રાધનપુર, બાયડ, ખેરાલુ, મોરવાહરફ, લુણાવાડા, થરાદમાં પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે આ બેઠકો પર દાવેદારો પક્ષની શિસ્તને જોતાં પોતે ચૂંટણી લડવા ઇચ્છુક છે તેવુ જાહેરમાં કહેતા ય ખચકાય છે.

બીજી તરફ, અલ્પેશ ઠાકોરે ભાજપની શિસ્તને કોરાણે મૂકીને કોંગ્રેસવાળી શરૂ કરી છે. હાઇકમાન્ડે હજુ  ઉમેદવાર જાહેર કર્યાં નથી તે પહેલાં જ અલ્પેશ ઠાકોરે હું રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડીશ તેવી જીદ કરી બારોબાર ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

કોંગ્રેસમાં વન મેન શોની જેમ હવે અલ્પેશ ઠાકોરે ભાજપમાં રાજકીય વર્તન શરૂ કર્યુ  છે જેના કારણે ભાજપમાં આંતરિક વિરોધનો સૂર ઉઠયો છે.  રાધનપુરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ મિડિયામાં તો પોતે કરેલાં કામોની યાદી સાથે પોસ્ટરો વાયરલ કરવામાં આવી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે સોશિયલ મિડિયામાં ચૂંટણી પ્રચારના સાહિત્યમાંથી ભાજપના બધાય નેતાઓની બાદબાકી કરી નાંખી છે.એક માત્ર પોતાના ફોટા સાથે મત વિસ્તારોમાં કરેલાં કામોની યાદી મતદારો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરની આવી મનમાનીને કારણે રાધનપુર બેઠકના મુખ્ય દાવેદાર પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ તો આ મામલે મૌન રહેવાનુ પસંદ કર્યુ છે.

આ તરફ, ભાજપના કાર્યકરો કહી રહ્યાં છે,પક્ષે જાહેરાત કર્યા પહેલાં જ ઉમેદવાર ઘોષિત કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પક્ષની શિસ્ત ભંગ થતી નથી. સામાન્ય કાર્યકર જો ભૂલ કરે તો પગલાં લેવાય છે તો પછી અલ્પેશ ઠાકોર વિરૂધૃધ શિસ્તભંગના પગલાં કેમ ભરવામા આવતાં નથી.

Download Our B K News Today App



Related News